રાજકોટના નવા મેયર કોણ? મલાઈદાર પદ માટે આ 3 નામની ચર્ચાએ જોર પકડ્યું
Trending Photos
- સ્ટેન્ડિંગ ચેરમેન માટે ડો. નેહલ શુક્લ, પુસ્કર પટેલ, જૈમિન ઠાકર અને દેવાંગ માંકડના નામ આગળ ચાલી રહ્યા છે
- ડેપ્યુટી મેયર પદ માટે મનીષ રાડિયા, વિનુભાઈ ધવાના નામ આગળ આવ્યા
જયેશ ભોજાણી/રાજકોટ :રાજકોટ મનપાની ચૂંટણી પૂર્ણ થયા બાદ તોતિંગ બહુમતીથી ફરી એક વાર ભાજપે સત્તાના સૂત્ર સંભળ્યા છે. હવે રાજકોટના નવા મેયર, ડેપ્યુ.મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના મહત્વના હોદ્દાઓ માટે ભાજપમાં આંતરિક લોબિંગ શરૂ થઇ ગયું છે. પ્રથમ અઢી વર્ષ મેયર પદ OBC માટે અનામત હોઈ આ પદ માટે કેટલાક નામોની ચર્ચાએ જોર પકડ્યું છે. જેમાં ડો.પ્રદીપ ડવ, ડો.અલ્પેશ મોરજરીયા, નિલેશ જલુના નામની ચર્ચા ચાલી રહી છે.
આ પણ વાંચો : જીવ સટોસટનો ખેલ ખેલીને સુરત પોલીસે આત્મહત્યા કરતા યુવકને બચાવ્યો
અન્ય કોના નામની ચર્ચા
જ્યારે બીજા અતિ મહત્વના પદ સ્ટેન્ડિંગ ચેરમેન માટે ડો. નેહલ શુક્લ, પુસ્કર પટેલ, જૈમિન ઠાકર અને દેવાંગ માંકડના નામ આગળ ચાલી રહ્યા છે. ભાજપના આંતરિક સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ, ડેપ્યુટી મેયર પદ માટે મનીષ રાડિયા, વિનુભાઈ ધવાના નામ આગળ આવ્યા છે. મનપાના પદાધિકારીઓની વરણી આવતા સપ્તાહમાં થાય તેવી સંભાવના છે. જોકે આ માટેના તમામ નિર્ણય પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ કરશે.
જીતેલા ઉમેદવારોની મીટિંગ યોજાઈ
રાજકોટ મહાપાલિકામાં ભાજપના ચૂંટાયેલા નવા 68 નગરસેવકોના માર્ગદર્શન માટે બેઠક યોજાઈ હતી. નવા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને પ્રજાના કામ કેમ કરવા, મહાનગર પાલિકામાં હાજરી આપવી, લોકોની વચ્ચે રહેવા, જાહેર જીવનની મર્યાદાનું પાલન કરવું આ સહિતના પાઠ ભણાવવામાં આવ્યા હતા. આ બેઠકમાં મ્યુ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેરના ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ, નીતિનઈ ભારદ્વાજ, ઉદય કાનગડ સહિતના નેતાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કોંગ્રેસને જિલ્લમાં વધુ એક ફટકો
તો બીજી તરફ, રાજકોટ જિલ્લા કોંગ્રેસને આજે વધુ એક ફટકો પડ્યો છે. જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા વધુ એકવાર કોંગ્રેસ તૂટી છે. જિલ્લા કોંગ્રેસના બક્ષીપંચ મોરચામાં પ્રમુખ ગોવિદભાઈ કિહલા ભાજપમાં જોડાયા છે. ત્રબા જિલ્લા પંચાયતની બેઠકના ભાજપના ઉમેદવાર ભુપત બોદરે કોંગ્રેસમાંથી આવેલ આગેવાનને ખેસ પહેરાવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે