પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા બે લોકસભા બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
અલ્પેશ કથીરિયાના નજીકના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાતની બે લોકસબા બેઠક પરથી તે ચૂંટણી લડી શકે છે. જો કે, આ બંને બેઠક કઇ હશે તે અંગે કોઇ ફોડ પડ્યો નથી.
ચેતન પટેલ, સુરત: સુરત રાજદ્રોહ કેસમાં પોલીસથી નાસતા ફરતા પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાને હવે રાજકીય રંગ લાગ્યો છે. અલ્પેશ કથીરિયાના નજીકના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાતની બે લોકસબા બેઠક પરથી તે ચૂંટણી લડી શકે છે. જો કે, આ બંને બેઠક કઇ હશે તે અંગે કોઇ ફોડ પડ્યો નથી. અલ્પેશ ભાજપ સિવાય કોઇપણ પક્ષમાં જોડાઇને ચૂંટણી લડશે.
વધુમાં વાંચો: સ્ટેચ્યૂ ઓફ યૂનિટી નજીક ટેન્ટ સિટીના ગોડાઉનમાં આગ, સામાન બળીને ખાખ
આ પહેલા આવતી કાલે તે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી વલસાડ ખાતે આવનાર છે. ત્યારે તેમની સાથે અલ્પેશ કથીરિયા બંધબારણે મીટિંગ કરી શકે છે. જો કે, આ બેઠક કયા સમયે થશે તે અંગેની માહિતી ગુપ્ત રાખવામાં આવી છે. બેઠકમાં લોકસભાની ચૂંટણીને લઇને વાતચીત થશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
વધુમાં વાંચો: વેલેન્ટાઇન ડે પર પ્રિય પાત્રને આપવી છે ગિફ્ટ, તો જાણો કેવો ચાલી રહ્યો છે ટ્રેન્ડ
અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે, તે પોતે જેલમાં હશે તો પણ જેલમાંથી ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે, રાજદ્રોહ કેસમાં અલ્પેશને જામીન મળી ગયા હતા. પરંતુ પોલીસ અધિકારી સાથે અભદ્ર વાતો કરતા ક્રાઇમબ્રાન્ચે કોર્ટમાંથી તેના જામીન નામંજૂર કરવ્યા હતા.