વેલેન્ટાઇન ડે પર પ્રિય પાત્રને આપવી છે ગિફ્ટ, તો જાણો કેવો ચાલી રહ્યો છે ટ્રેન્ડ

વેલેન્ટાઈન ડે નજીક હોવાથી રાજકોટ શહેરની તમામ ગીફ્ટ આર્ટીકલની દુકાનોમાં અવનવી ગિફ્ટ અને કાર્ડનો ઢગલો ખડકાયો છે. જેમાં કેટલીક ગિફ્ટ અને કાર્ડમાં મ્યુઝીકલ કાર્ડ અને અલગ સિમ્બોલ વાળા કાર્ડની વધુ માંગ છે.

Updated By: Feb 13, 2019, 11:26 AM IST
વેલેન્ટાઇન ડે પર પ્રિય પાત્રને આપવી છે ગિફ્ટ, તો જાણો કેવો ચાલી રહ્યો છે ટ્રેન્ડ

સત્યમ હંસોરા, રાજકોટ: પ્રેમ દર્શાવવા માટે માત્ર પ્રેમ ભરી નજર જરૂરી છે. પરંતુ આજની યુવા પેઢી જ્યાં સુધી પોતાની પ્રિય પાત્રને કોઈ ગિફ્ટ ન આપે ત્યાં સુધી પ્રેમ વ્યક્ત કરી શકતી નથી. વેલેન્ટાઈન ડે નજીક હોવાથી રાજકોટ શહેરની તમામ ગીફ્ટ આર્ટીકલની દુકાનોમાં અવનવી ગિફ્ટ અને કાર્ડનો ઢગલો ખડકાયો છે. જેમાં કેટલીક ગિફ્ટ અને કાર્ડમાં મ્યુઝીકલ કાર્ડ અને અલગ સિમ્બોલ વાળા કાર્ડની વધુ માંગ છે.

વધુમાં વાંચો: અમદાવાદ: અમિત શાહની અધ્યક્ષતામાં ભાજપની બેઠક, આશા પટેલ સાથે કરી મુલાકાત

કેમ આવી ગઈને વાલમની યાદ, અરે આવે પણ કેમ નહિં, આખરે તમારી લાગણીઓને તમારા વાલમ સુધી પહોચાડવા માટે જ તો ખાસ ડિઝાઈનથી તૈયાર કરવામાં આવ્યા છે આ ગિફ્ટ આર્ટીકલ્સ. જેમના દ્વારા શબ્દોથી પ્રેમને અભિવ્યક્ત કરવો મુશ્કેલ હોય છે. તેમની માટે પ્રેમની રજૂઆતનું શ્રેષ્ઠ માધ્યમ બની રહે છે આવા ગિફ્ટ આર્ટીકલ. આમ તો પ્રિયજનને ગિફ્ટ કરી શકાય તેવી ટ્રેન્ડી ગિફ્ટ બારે માસ બજારમાં મળતી હોય છે. પરંતુ ખાસ વેલેન્ટાઈ ડેને ખાસ ધ્યાનમાં લઇને માર્કેટમાં એવી એવી ગિફ્ટ્સની ભરમાળ જામી છે કે, બસ જોતાજ રહી જાય.

વધુમાં વાંચો: CM રૂપાણીના નિવાસસ્થાને કેબિનેટ બેઠક, સરકારના આગામી આયોજનોની ચર્ચા

સોફ્ટ ટોયસ હોય, સ્ટાઈલીશ મગ હોય કે પછી હોય લવ બર્ડ્સના ટ્રેન્ડી ગિફ્ટ આર્ટીકલ. તમામ એકથી વધીને એક ચડીયાતી વેરાઈટી ઉપલબ્ધ થાય છે. હાર્ટસના અલગ અલગ આકારની વિન્ડ ચાઇમ્સ, હાર્ટ સેપના સોફટ ટોયસની હાલ ડિમાન્ડ છે. ખાસ વાત તો એ છે કે, આવા મોંઘા દાટ ગિફ્ટ આર્ટીકલ્સ પર જંગી રકમ ખર્ચતા પણ યંગસ્ટર અચકાતા નથી.

વધુમાં વાંચો: દક્ષિણ ગુજરાતમાં ભાજપનું ક્લસ્ટર સંમેલન, દેવેન્દ્ર ફડણવીસ આપશે હાજરી

ટ્રેન્ડી ગીફ્ટ આર્ટીકલ્સની આ ભરમાળમાં વચ્ચે પણ કાર્ડ્સ સૌથી હીટ છે. લોકો તેમના પ્રિયજનને કંઈક આપવા માટે પોતાની પ્રથમ પસંદગી કાર્ડ્સ પર જ ઉતારતા હોય છે. તો કેટલાક તેમના પ્રિયજનને ગિફ્ટ તો આપે જ છે. તેમ છતાં ગિફ્ટની સાથે કાર્ડ્સ આપવાનું ચુકતા નથી. તો કેટલાક યંગસ્ટર મિત્રોની સાથો સાથ પોતાના પેરેન્ટ્સને પણ કાર્ડ્સ આપીને વેલેન્ટાઈનસ ડેની સુભેરછા પાઠવે છે.

વધુમાં વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ફરી એકવાર ચર્ચામાં, એ ગ્રેડ સપોર્ટ સંકુલની હાલત ડી ગ્રેડ જેવી

ગત વર્ષ કરતા આ વર્ષે ગિફ્ટ આર્ટીકલમાં થોડા ટકા ભાવ વધારો પણ જોવા મળી રહ્યો છે. વેપારીઓનું માનીએતો આ દિવસનું મહત્વ વર્ષેને વર્ષે વધી રહ્યું છે. જેને કારણે વેપારીઓની કમાણી બમણી થવા લાગી છે. વેલેન્ટાઈન ડેના દિવસને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે. ત્યારે આ પર્વને ઉજવવા માટે રાજકોટ અને સૌરાષ્ટ્રના યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...