તૃષાર પટેલ/વડોદરા :વડોદરામાં ગઈકાલે રાત્રે પેસેન્જર ટ્રેનનું એન્જિન પાટા પરથી ખસી જવાનો બનાવ બન્યો હતો. ત્યારે આ ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા. ખસી ગયેલા એન્જિનને ફરીથી પાટા પર ચઢાવવા માટે રેલવેના 200થી વધુ કર્મચારીઓ કામે લાગી ગયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત આગકાંડ : કોચિંગ ક્લાસનો માલિક વિદ્યાર્થીઓને ટાયર પર બેસાડતો, જેથી આગ વધુ ભડકી 



પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 આગળ પેસેન્જર ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતરી ગયું હતું. ત્યારે આ ઘટનાને પગલે રેલવે તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. એન્જિન પાટા ઉપરથી ઉતરી પડવાની ઘટનાને લઈને રેલવે તંત્રમાં અફરાતફરી મચી ગઈ હતી. ઉતરી પડેલ એન્જિનને પાટા પર ફરી ચઢાવવાની કામગીરી તાત્કાલિક ધોરણે કરવામાં આવી હતી. ત્યારે આ ઘટનાને પગલે રેલવે તંત્રના 200થી વધારે કર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા, અને એન્જિનને ફરીથી પાટા પર ચઢાવવાની કામગીરી કરાઈ હતી.


બહાર જવાનું પ્લાનિંગ કરતા હોય તો રોકાઈ જાઓ, આગામી એક સપ્તાહ ભડકે બળશે ગુજરાત


ઉલ્લેખનીય છે કે, રેલવે તંત્રની વારંવારની બેદરકારી સામે આવી રહી છે. થોડા દિવસો પૂર્વે વડોદરા સ્ટેશન ખાતે જ માલગાડીનું એન્જિન ઉતરી પડ્યું હતું.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV