close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

સુરત આગકાંડ : કોચિંગ ક્લાસનો માલિક વિદ્યાર્થીઓને ટાયર પર બેસાડતો, જેથી આગ વધુ ભડકી

જ્વલનશીલ પદાર્થ, ફ્લેક્સ તેમજ ટાયરની હાજરીમાં, એવું કંઈક કારણ હતું, જેને કારણે સુરતના તક્ષશિલા આર્કેડમાં આગ લાગી અને આ બધી વસ્તુઓએ આગને ભડકાવવાનું કામ કર્યું. તથા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળથી બહુ જ  દૂર હોવાને કારણે આગ બૂઝવવાના અભિયાનમાં તકલીફો પડી હતી. ગુજરાતના મુખ્ય સચિવ જે.એન સિંહે રવિવારે આ માહિતી આપી હતી.

Updated: May 27, 2019, 08:24 AM IST
સુરત આગકાંડ : કોચિંગ ક્લાસનો માલિક વિદ્યાર્થીઓને ટાયર પર બેસાડતો, જેથી આગ વધુ ભડકી

ગાંધીનગર :જ્વલનશીલ પદાર્થ, ફ્લેક્સ તેમજ ટાયરની હાજરીમાં, એવું કંઈક કારણ હતું, જેને કારણે સુરતના તક્ષશિલા આર્કેડમાં આગ લાગી અને આ બધી વસ્તુઓએ આગને ભડકાવવાનું કામ કર્યું. તથા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળથી બહુ જ  દૂર હોવાને કારણે આગ બૂઝવવાના અભિયાનમાં તકલીફો પડી હતી. ગુજરાતના મુખ્ય સચિવ જે.એન સિંહે રવિવારે આ માહિતી આપી હતી.

દીકરી ગુમાવનાર પિતાની વેદના બોલી, ફાયરબ્રિગેડમાં સાધનો વસાવવા હું રૂપિયા આપું, જેથી આવી દુર્ઘટના ન બને

સુરતના સરથાના વિસ્તારમાં ચાર માળની તક્ષશિલા આર્કેડમાં શુક્રવારે ભીષણ આગ લાગી હતી, જેમાં 21 વિદ્યાર્થીઓ અને એક બાળકીનું મોત થયું છે. સિંહે જણાવ્યું કે, શરૂઆતની તપાસમાં આ ખુલાસો થયો કે ઉચ્ચ જ્વલનશીલ પદાર્થોનો ઉપયોગ તથા કોચિંગ ક્લાસમાં ખુરશીના રૂપમાં ટાયરનો ઉપયોગ કરવાને કારણે આગ તેજીથી ફેલાઈ હતી. 

મુખ્ય સચિવે અહીં પત્રકારોને કહ્યું કે, આગ બહુ જ તેજીથી ફેલાઈ કેમ કે, કોચિંગ સંસ્થાનમાં સીલિંગ માટે ફ્લેક્સ જેવા ઉચ્ચ જ્વલનશીલ સામગ્રીનો ઉપયોગ થયો હતો, જે માત્ર 5 ફૂટ ઊંચે જ હતું. જોકે, આવા રૂમમાં કોઈ ખુરશી પર બેસતુ ન હતું, તેથી કોચિંગ ક્લાસના માલિકે વિદ્યાર્થીઓને બેસવા માટે ખુરશીઓને બદલે ટાયર્સનો ઉપયોગ કર્યો હતો. 

પદગ્રહણ પહેલા પીએમ મોદી કેમ ભાજપના ખાનપુર કાર્યાલયમાં જાય છે? આ છે મોટું કનેક્શન

તેમણે કહ્યું કે, ઉચ્ચ ક્ષમતાવાળી ફાયર બ્રિગેડની ગાડીઓને ઘટનાસ્થળ પર પહોંચવામાં મોડું થયું, જે ત્યાઁથી 45 મિનીટ દૂર હતી. આ કારણે બચાવ અભિયાન પ્રભાવિત થયું. બહુમાળી ઈમારતોમાં આગ બૂઝવવાના હેતુથી મહાનગરપાલિકા પાસે ઉચ્ચ ક્ષમતાવાળી ફાયર બ્રિગેડની ગાડીઓ છે. 

સંસ્થાનના માલિક ભાર્ગવ ભૂટાનીની શનિવારે ધરપકડ કરાઈ હતી. આર્કેડના ત્રીજા અને ચોથા માળના માલિક એવા હર્ષુલ વેકરીયા અને જીજ્ઞેશ પાઘડાળની પોલીસે ધરપકડ કરી લીધી છે. આર્કેડના ક્લાસ સંચાલક ભાર્ગવ બુટાણી હાલ પોલીસ રિમાન્ડ પર છે. તો સુરત ફાયર વિભાગના બે અધિકારીઓ એસ.કે.આચાર્ય અને કીર્તિ મોદીને કામમાં લાપરવાહી દાખવવા બદલ સસ્પેન્ડ કરાયા છે. 

સુરત આગ : 3 વર્ષની માસુમ કર્ણવીને હાથમાં લઈ પિતા અંતિમ સંસ્કાર માટે નીકળ્યા, તો સૌ રડી પડ્યા...

મુખ્ય સચિવે કહ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરીને આ સંબંધમાં તપાસ કરીને સોમવાર સુધી રિપોર્ટ આપવાનું કહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સુરત આગ કાંડ બાદ મનપા કમિશનરે સમિતિની રચના કરી છે. જે આગની ઘટના અંગેનો અભ્યાસ કરશે. આધુનિક ફાયર સર્વિસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ આ સમિતિ દ્વારા અભ્યાસ કરાશે. શહેરની સલામતી અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રિસર્ચ કરશે.  

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV