રાજકોટ : કોરોનાને પગલે સમગ્ર દેશમાં સરકાર દ્વારા 21 દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે બહાર ફરવા માટે ગયેલા અથવા તિર્થયાત્રાએ ગયેલા અનેક પ્રવાસીઓ ફસાઇ ગયા છે. આવી જ રીતે હરિદ્વાર યાત્રા પર ગયેલા 800 થી વધારે ગુજરાતીઓ લોકડાઉનનાં પગલે હરિદ્વારમાં ફસાઇ ગયા હતા. લોકડાઉન હોવાનાં કારણે સ્થાનિક હોટલ્સ અને તંત્ર તેમને રાખવા માટે તૈયાર નહોતું. જ્યારે તેઓ હરિદ્વારની બહાર નિકળી શકે તેમ નહોતા, ઉપરાંત ઘણા પ્રવાસીઓ પાસે પૈસા પણ ખુટી ગયા હતા. આવી સ્થિતીમાં તેમણે ગુજરાત સરકાર પાસે મદદ માંગી હતી. સરકાર દ્વારા 25 વોલ્વો બસ મોકલીને તમામ લોકોને ગુજરાત પર લાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદની મહિલાએ Coronaને આપી ધોબીપછાડ, 10 દિવસમાં થઈ સાજીસારી

ગીર સોમનાથનાં પણ 29 યાત્રીઓ હરિદ્વારમાં ફસાયા હતા. જો કે સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા થકી તેઓ પણ પરત ફર્યા હતા. પરત ફરનારા એક યાત્રીએ જણાવ્યું કે, અમે 29 લોકો હરિદ્વાર યાત્રાએ ગયા હતા. લોકડાઉનનાં કારણે અમે ફસાઇ ગયા હતા. જ્યારે અમે સ્થાનિક સરકારને રજુઆત કરી તો તેમણે બસની વ્યવસ્થા કરી આપી હતી. જેની મદદથી અણે ગુજરાત સુધી પહોંચ્યા છીએ.


Corona update : કોરોના મામલે શું છે ગુજરાતની લેટેસ્ટ સ્થિતિ? જાણવા કરો ક્લિક

ગુજરાતમાં પહોંચ્યા બાદ રાજકોટ ખાતે મામલતદાર દ્વારા અમારી જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેઓએ સહયોગ આપનારા દરેક અધિકારીનો આભાર માન્યો હતો. ગીર સોમનાથ જિલ્લાનાં પ્રવાસીઓ સહિત તમામ પ્રવાસીઓ દ્વારા ઉતરાખંડ સરકાર અને ગુજરાત સરકાર ઉપરાંત તમામ સંવેદનશીલ અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જેમણે તેમને ન માત્ર હેમખેમ પહોંચવા માટેની વ્યવસ્થા કરી આપી પરંતુ રસ્તામાં કોઇ પણ પ્રકારની સમસ્યા ન નડે તેની તકેદારી રાખી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube