Corona update : કોરોના મામલે શું છે ગુજરાતની લેટેસ્ટ સ્થિતિ? જાણવા કરો ક્લિક

આજે સવારે 45 વર્ષીય વ્યકિતનું અમદાવાદમાં મોત નીપજ્યું છે. આ સાથે રાજ્યનો મૃત્યુઆંક 5 પહોંચ્યો છે. 

Corona update : કોરોના મામલે શું છે ગુજરાતની લેટેસ્ટ સ્થિતિ? જાણવા કરો ક્લિક

અમદાવાદ : અત્યાર સુધી ગુજરાત રાજ્યમાં નોંધાયા છે 58 પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે સવારે 45 વર્ષીય વ્યકિતનું અમદાવાદમાં મોત નીપજ્યું છે. આ સાથે રાજ્યનો મૃત્યુઆંક 5 પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે મૃત્યુ પામનાર વ્યક્તિને ડાયાબિટીસ પણ હતો. આ વ્યક્તિ ગોમતીપુરમાં ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. મૃતકના પરિવારને કોરોન્ટાઇન કરાયો છે અને તેને આ સંક્રમણ ક્યાંથી લાગ્યું એ વિશે તપાસ હાથ ધરવામાં આવી છે. 

— ANI (@ANI) March 29, 2020

ગુજરાતમાં આજે ત્રણ નવા પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 58 થઈ છે. અમદાવાદમાં કોરોનાના ત્રણ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 21 થઈ છે. તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે રાજ્યમાં લગભગ 5 કરોડ લોકો સુધી પહોંચી આરોગ્ય વિભાગે કોરોનાનો સર્વે કર્યો છે અને રાજ્યમાં 24 કલાકમાં કોરોન્ટાઈલનો ભંગ કરનાર 226 લોકો સામે પોલીસ કાર્યવાહી કરાઈ.

તંત્રએ જણાવ્યું હતું કે, 104 હેલ્પલાઈનમાં રોજના 20 હજાર જેટલાં કોલ આવે છે. રાજ્યના તમામ જિલ્લામાં બે COVID-19 હોસ્પિટલ શરૂ કરાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news