પ્રશાંત ઢીવરે/સુરત: સુરત સિટી બસ દ્વારા શહેરમાં અકસ્માતો સર્જાતા રહે છે. તંત્ર દ્વારા અકસ્માત રોકવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પણ તેમાં સફળતા મળી રહી નથી. ડીંડોલી વિસ્તારમાં સવારના સમયે જ સિટી બસ ચાલકે ઓટોરિક્ષાને અડફેટે લેતા રિક્ષાચાલક અને પેસેન્જરને ઈજા થઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળે દોડી ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ZEE 24 Kalak Exclusive; ગુજરાતની વધુ ત્રણ બેઠકો પર ઉમેદવારો બદલાવાની અટકળોનો અંત


સુરતના ડીંડોલી વિસ્તારમાં સાઈ પોઇન્ટ પાસે સિગ્નલની આગળ સિટી બસચાલકે ઓટોરિક્ષાને અડફેટે લીધી હતી. સિગ્નલ ખુલતાની સાથે જ સિટી બસ હંકારવાનું શરૂ કરતાં આગળ જતી રિક્ષા સાથે અથડાઈ હતી. રિક્ષામાં પેસેન્જર ચડતો હતો, તે સમય જ અકસ્માત સર્જાતા પેસેન્જરના પગમાં ફેક્ચર થઈ ગયા હતા. અકસ્માત થયો તે સમયે બસમાં અંદાજે 15થી 20 જેટલા પેસેન્જર હતા. સિટી બસના ચાલક મનોજે પોતાના બચાવમાં જણાવ્યું હતું કે, સિગ્નલ ખુલતાની સાથે જ બસ ચલાવવાનું શરૂ કર્યું હતું અને મારી આગળ રિક્ષા ચાલી રહી હતી. 


હોળી પહેલાં હૈયાહોળી કરાવે તેવી અંબાલાલની આગાહી; જાણો આ વર્ષે કેવું રહેશે ચોમાસું?


રિક્ષાના ચાલકે પેસેન્જરને જોઈને એકાએક જ પાછળ અન્ય વાહનો આવે છે કે કેમ? તે જોયા વગર જ રિક્ષા ઊભી રાખી દીધી હતી. સિગ્નલ પડે એટલે તમામ વાહનચાલકો ઝડપથી નીકળવાનો પ્રયાસ કરતા હોય છે. બધા જ એક સાથે નીકળી રહ્યાં હતા, તે દરમિયાન રિક્ષાચાલકે બ્રેક મારીને પેસેન્જરને રિક્ષામાં લેવાનો પ્રયાસ કરતા અકસ્માત સર્જાયો હતો. ડેપો પરથી અત્યારે જ હું બસ લઈને આવ્યો હતો અને બસમાં બ્રેક પણ લાગી રહી છે. ડિંડોલી સાઈ પોઇન્ટ પાસે થયેલા અકસ્માતની જાણ થતા ડીંડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.


ડાકોરમાં લાખો ભક્તોની કમાન પોલીસે સંભાળી, જાણો બે દિવસનો મીનિટ ટુ મીનિટનો કાર્યક્રમ 


સિટી બસને પોલીસ સ્ટેશન તરફ લઈ જવા માટે પોલીસ કર્મચારીએ બસ ચલાવવાનું શરૂ કર્યું, ત્યારે તેને અંદાજ આવ્યો કે બસમાં બ્રેક નથી. ડ્રાઇવર કહે છે કે બસમાં બ્રેક છે, પરંતુ પોલીસ કહી રહી છે કે અકસ્માત સર્જાયો તે સમયે બસની બ્રેક લાગતી ન હતી.હાલ તો સમગ્ર મામલે ડિંડોલી પોલિસે અક્સ્માતનો ગુણો નોધી કાર્યવાહી હાથ ધરી છે. 


ખાવાની આ 7 વસ્તુ કરશે શરીરનો સત્યનાશ, ગંદા-ગંદા પદાર્થથી ભરાઈ જશે લોહી