ગાંધીનગરઃ રાજ્યભરમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે. ગુજરાતમાં કોરોના પીડિતોની સંખ્યા 39 પર પહોંચી ગઈ છે. આ મુદ્દા રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવીએ પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, રાજકોટમાં 40 વર્ષના એક પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે 21 લોકોના રિપોર્ટ આવવાના બાકી છે. આરોગ્ય સચિવે કહ્યું કે, રાજ્યભરમાં કુલ 20220 લોકો હોમ  ક્વોરન્ટાઇન છે. તેમાંથી 15800 લોકોની હિસ્ટ્રી વિદેશ પ્રવાસની છે. તેમણે કહ્યું કે, ભારત સરકારે જે દવા માટે ભલામણ કરી છે તેને ખરીદવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત, રાજકોટ અને અમદાવાદમાં હોમ ક્વોરન્ટાઇનના કેસો
આરોગ્ય સચિવ જયંતિ રવીએ કહ્યું કે, સુરત, અમદાવાદ અને રાજકોટમાં હોમ ક્વોરન્ટાઇનના સૌથી વધુ કેસો છે.  આ સાથે તેમણે કહ્યું કે, એક કરોડ 7 લાખ લોકો પર હેલ્થ સર્વે કરવામાં આવ્યો છે. તો એરલાઇન્સ દ્વારા આવનાર કેટલાક લોકોએ ખોટા સરનામાં આપવાની વાત પણ સામે આવી છે. 


પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપતા સીએમઓના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું કે, મુખ્યમંત્રી દ્વારા પુરવઠાની સ્થિતિ અંગે બેઠક યોજવામાં આવી હતી. લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પગલાં ભરવામાં આવશે. ઇન્ટર સ્ટેટ ટ્રાન્સપોર્ટ્રેશન શરૂ રહે તે નક્કી કરવામાં આવ્યું છે. કરિયાણા દૂધ, શાકભાજીના વેપારીઓને પાસ ઇશ્યૂ કરવામાં આવશે. આ કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. એક સ્થળે લોકો ભેગા ન થાય તે ધ્યાન રાખવામાં આવશે. સપ્લાઇ ચેનમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે. ઓનલાઇન ડિલિવરી મારફતે અનાજ-કરિયાણાનો સામાન પહોંચાડી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે જો કોઈ મુશ્કેલી પડે તો 100 નંબર પર ફોન કરી શકશો. 


ટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર