ગામની એક સગીરાને જોઈ ભુવાજી ભક્તિમાર્ગથી ડગ્યા! ગાડીમાં બેસાડી બાંધ્યા શરીર સંબંધ
ચાણસ્મા પોલીસ મથકે એક પોસ્કો અને બળજબરી પૂર્વક શરીર સબંધ બાંધવા અંગેની ફરિયાદ નોંધાવા પામી છે. જેમાં મહેસાણા તાલુકાના ઉચરપી ગામના ભગાભાઈ ચૌધરી (ભુવાજી) જેને એક સગીરાના ગામમાં અવાર નવાર હવન પ્રસંગે આવતો જતો હતો.
પ્રેમલ ત્રિવેદી/પાટણ: ચાણસ્મા પંથકમા બની બેઠેલા લંપટ ભુવાનો શિકાર બની એક સગીર વયની દીકરી. લંપટ ભુવાએ એક સગીર વયની દીકરી પર નજર બગાડી તેનો પીછો કરી તેને ઉઠાવી ગાડીમાં લઇ જઈ તેની મરજી વિરુદ્ધ તેના પર દુષ્કર્મ આચરી તેના કેટલાક ફોટા અને વિડિઓ ઉતારી વાયરલ કરી ફરાર થઇ જતા જે આગે પરિવાર જનોએ ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અલગ અલગ ટિમો બનાવી દુષ્ટ ભુવા ને ઝડપી પાડવા ના ચક્રો ગતિમાન કરતા છેવટે ટેક્નિકલ સોર્ષ થકી પોલીસે લંપટ ભુવાને ઝડપી પાડવામાં સફળતા મળવા પામી છે.
હવે અમદાવાદ-મહેસાણા-પાલનપુર હાઈ-વે પર ગાડીઓ સડસડાટ દોડશે! 'દાદા'નો સૌથી મોટો નિર્ણય
ચાણસ્મા પોલીસ મથકે એક પોસ્કો અને બળજબરી પૂર્વક શરીર સબંધ બાંધવા અંગેની ફરિયાદ નોંધાવા પામી છે. જેમાં મહેસાણા તાલુકાના ઉચરપી ગામના ભગાભાઈ ચૌધરી (ભુવાજી) જેને એક સગીરાના ગામમાં અવાર નવાર હવન પ્રસંગે આવતો જતો હતો. જેને આ સગીરા પર નજર બગાડીને તેનો પીછો કરતો હતો અને આ સગીરાને તેના માઁ-બાપને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી સગીરાને તેની ગાડીમાં બળજબરી પૂર્વક બેસાડીને લઇ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી તેના ફોટા અને વિડિઓ વાયરલ કરેલ. જે અંગેની ફરિયાદ ચાણસ્મા પોલીસ મથકે નોંધાવા પામી છે.
ગ્રહોની સ્થિતિ જોતા ગુજરાતના વાતાવરણમાં થશે ઉથલપાથલ! શુક્રના લીધે મંડરાયો ફરી આ ખતરો
આ પ્રકારની ગંભીર ફરિયાદને લઈને પોલીસે અલગ અલગ ત્રણ ટીમો બનાવી બની બેઠેલા દુષ્ટ ભુવાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં પોલીસે ટેક્નિકલ સોર્ષથી લંપટ ભુવાને ઝડપી પાડવામાં મોટી સફળતા મળવા પામી છે. સમગ્ર ગુના બાબતે પોલીસે પૂછપરછ શરૂ કરી છે અને આજે કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મંગાવામાં આવશે તેમ પોલીસ જણાવ્યું હતું. વધુમાં આ લંપટ ભુવો બંને પગે વિકલાંગ હોઈ તેનો લાભ ઉઠાવી રહ્યા છે.
ગુજરાતનો ભલે વિકાસ થયો હોય, પણ છેલ્લા 25 વર્ષથી આ ગામ જોઈ રહ્યું છે ST બસની રાહ
આ ઈસમ ગાડી પણ ચલાવી શકે છે તેવો વિડિઓ પણ પોલીસે કબ્જે કર્યો છે, પણ આ બની બેઠેલો ભુવો પોલીસ તપાસમાં પૂરતો સહયોગ આપી રહ્યો નથી. આ ગુન્હા માં પોલીસને ગાડી તેમજ મોબાઈલ પણ હજુ કબ્જે કરવાનો બાકી છે માટે કોર્ટમાં ભુવાને રજુ કરી રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.