ભાજપમાં ટિકિટને લઈને ખેંચતાણ શરૂ! પાટણની ચાર વિધાનસભા સીટ પર ગરમાયું રાજકારણ
પાટણ વિધાનસભાની ત્રણ બેઠકો રાધનપુર, ચાણસ્મા અને સિદ્ધપુર બેઠક પર સ્થાનિક ઉમેદવારની માંગ ઉગ્ર બની છે, ત્યારે આજે પાટણ વિધાનસભા બેઠક પર સ્થાનિક ઉમેદવારની માંગ સાથે ક્ષત્રિય ઠાકોર સમાજના અગેવાનોની એક બેઠક મળી હતી.
પાટણ: વિધાનસભાની ચૂંટણી પહેલા પાટણ જિલ્લાની ચાર વિધાનસભા સીટ પરનું રાજકારણ સ્થાનિક ઉમેદવારને લઇ ગરમાયું છે. રાધનપુર, સિદ્ધપુર, ચાણસ્મા વિધાનસભા સીટ પર સ્થાનિક ઉમેદવાર મુકવા ભાજપ, કોગ્રેસના સ્થાનિક આગેવાનો પક્ષ સામે જ હુંકાર કર્યો છે અને બેઠકોનો દોર ધમધમતો બન્યો છે.
પાટણ વિધાનસભાની ત્રણ બેઠકો રાધનપુર, ચાણસ્મા અને સિદ્ધપુર બેઠક પર સ્થાનિક ઉમેદવારની માંગ ઉગ્ર બની છે, ત્યારે આજે પાટણ વિધાનસભા બેઠક પર સ્થાનિક ઉમેદવારની માંગ સાથે ક્ષત્રિય ઠાકોર સમાજના અગેવાનોની એક બેઠક મળી હતી. જેમાં ભાજપના તમામ અગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પાટણ વિધાનસભા સીટ પર ઠાકોર સમાજનું પ્રભુત્વ રહ્યું છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ક્ષત્રિય ઠાકોર સમાજના કોઈ પણ વ્યક્તિને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
જો ઠાકોર સમાજના વ્યક્તિને ટિકિટ આપશે તો તેને જીતાડવા માટે તનતોડ મહેનત કરવા એક સુર ઉઠવા પામ્યો છે. કોઈ અન્ય સમાજનો વ્યક્તિ આવશે તો ગત ટર્મમાં જે હારનો સામનો પક્ષે કર્યો હતો અને જે વિકાસ રૂધાયો હતો તે સ્થિતિ થઇ શકે છે તો આ હારનો સામનો ન કરવો પડે અને પાટણ વિધાનસભા સીટ પર ભાજપનો ઉમેદવાર જીત હશાલ કરે તે માટે ક્ષત્રિય ઠાકોર સમાજને ટિકિટ આપવા ઉગ્ર માંગ થવા પામી છે.
આ પણ જુઓ વીડિયો:-
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube