CNG Price: CNGના ભાવમાં થઈ શકે છે વધારો..! સામે આવ્યું મોટું કારણ

CNG Supply: IGLએ જણાવ્યું હતું કે બદલાયેલ સ્થાનિક ગેસ ફાળવણી અગાઉની ફાળવણી કરતાં લગભગ 20 ટકા ઓછી છે, જેની સીધી અસર કંપનીના નફા પર પડશે. IGLને સરકાર દ્વારા નિર્ધારિત કિંમત પર ઘરેલું ગેસ ફાળવણી મળે છે.

CNG Price: CNGના ભાવમાં થઈ શકે છે વધારો..! સામે આવ્યું મોટું કારણ

CNG Price: ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL)એ જણાવ્યું હતું કે, CNG કંપનીઓને ઘરેલુ ગેસ સપ્લાયમાં વધુ ઘટાડો તેના નફા પર અસર કરી શકે છે. એક મહિનામાં બીજી વખત સરકારે છૂટક CNG વિક્રેતાઓને સ્થાનિક રીતે ઉત્પાદિત સસ્તા કુદરતી ગેસના સપ્લાયમાં ઘટાડો કર્યો છે. રાજધાની દિલ્હી અને આસપાસના શહેરોમાં વાહનો માટે CNG અને ઘરોમાં પાઈપથી રાંધણગેસ પહોંચાડનારી કંપનીએ શેરબજારને આપેલ માહિતીમાં જણાવ્યું કે, 16 નવેમ્બરથી સ્થાનિક સપ્લાયમાં લગભગ 20 ટકાનો ઘટાડો થયો છે.

આયાતી ગેસની કિંમત ઘરેલું ગેસની કિંમત કરતા બમણી
અગાઉ 16 ઓક્ટોબરથી સપ્લાયમાં લગભગ 21 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. IGLએ કહ્યું કે, 'ગેલ (ઇન્ડિયા) લિમિટેડ (ડોમેસ્ટિક ગેસ એલોકેશન માટેની નોડલ એજન્સી) પાસેથી કંપનીને મળેલી અન્ય માહિતીના આધારે માહિતી આપતા જણાવ્યું કે, 16 નવેમ્બર  2024થી કંપનીને સ્થાનિક ગેસ ફાળવણીમાં વધુ ઘટાડો કરવામાં આવ્યો છે. IGLએ જણાવ્યું હતું કે, બદલાયેલ સ્થાનિક ગેસ ફાળવણી અગાઉની ફાળવણી કરતા લગભગ 20 ટકા ઓછી છે, જેની સીધી અસર કંપનીના નફા પર પડશે. IGLને સરકાર દ્વારા નિર્ધારિત કિંમતે (હાલમાં $6.5 પ્રતિ 1 મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ) ઘરેલુ ગેસ ફાળવણી મળે છે. તેનો વિકલ્પ આયાતી ગેસ છે, જેની કિંમત સ્થાનિક કિંમત કરતા બમણી છે.

પહેલા 21 ટકા કાપ અને હવે 20 ટકા કાપ
એક મહિનામાં બે વખત સપ્લાયમાં કાપ મૂક્યા બાદ અને IGL દ્વારા નફામાં ઘટાડાના સંકેત આપ્યા પછી આગામી સમયમાં CNGની કિંમતમાં વધારો થઈ શકે છે. સરકારે પહેલા વાહનોને CNG વેચતી શહેરી ગેસ વિતરણ કંપનીઓને સસ્તા ગેસના સપ્લાયમાં 21 ટકા અને હવે 20 ટકાનો ઘટાડો કર્યો છે. સરકારના આ પગલા બાદ મોંઘા ઈમ્પોર્ટેડ ઈંધણ પર કંપનીઓની નિર્ભરતા વધશે. સસ્તા ગેસની અછતની ભરપાઈ કરવા માટે કંપનીઓએ મોંઘો ગેસ ખરીદવો પડશે. જેના કારણે CNGની કિંમત વધી શકે છે.

CNGના ભાવમાં આટલો થઈ શકે છે વધારો
તાજેતરમાં જ્યારે સરકારે સસ્તા કુદરતી ગેસના પુરવઠામાં ઘટાડો કર્યો હતો, ત્યારે રેટિંગ એજન્સી ICRAએ શક્યતા વ્યક્ત કરી હતી કે કંપનીઓ રિટેલ ભાવમાં પ્રતિ કિલો રૂ. 5 થી 6નો વધારો કરી શકે છે. પરંતુ લગભગ એક મહિના પછી પણ કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ આ વખતે IGLના આ નિવેદન બાદ તેની સીધી અસર તેના નફા પર પડશે. હવે CNGની કિંમતમાં વધારો થઈ શકે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નફો જાળવી રાખવા માટે IGL CNGના ભાવમાં રૂ. 5 થી 6નો વધારો કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news