Patidar Power : ગુજરાતમાં પાટીદાર સમાજની ગણતરી સુખી સંપન્ન સમાજમાં થાય છે. પાટીદાર સમાજ માટે એવુ કહેવાય છે કે, ભગવાન કા દિયા સબ કુછ હૈ. દરેક પાટીદારની કિંમત તેના વીધા જમીનોથી થાય છે. જેની પાસે વધુ જમીન તે વધુ સશક્ત. ત્યારે આ સુખી સંપન્ન સમાજમા વ્યાપેલી કુરિવાજોને દૂર કરવા કમર કસાઈ છે. બેતાલીસ લેઉવા પાટીદાર સમાજની બહેનોએ પ્રીવેડિંગ ફોટોશૂટ, બેબી શાવર,  રિસેપ્શન જેવા ખર્ચાળ અને બિનજરૂરી પ્રથા બંધ કરવા અભિયાન ઉપાડ્યું છે. આ માટે 28 મેના રોજ પાટણમાં 3000 બહેનો સંકલ્પ લેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેતાલીસ લેઉવા પાટીદાર સમાજની બહેનોની કુપ્રથા બંધ કરવા સમાજ સુધાર ચળવળ શરૂ કરી છે. જેમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યમાં વરસતી સમાજની મહિલાઓ જોડાઈ છે. 65 વર્ષ પછી પાટીદાર સમાજની મહિલાઓ બંધારણ તૈયાર કરશે. જેમાં પ્રી-વેડિંગ ફોટોશૂટ, હલ્દી રસમ, રિસેપ્શન, બેબી શાવર જેવી ખર્ચાળ અને દેખાદેખીમાં શરૂ કરાયેલી પ્રથા સહિતના કેટલાક કુરિવાજો બંધ કરવા નિર્ણય લેવાયો છે.


પાટીદાર યુવકોના મનની પીડા : ભગવાન કા દિયા સબ કુછ હૈ, બંગલા હૈ ગાડી હૈ.. પર બીવી નહિ


પાટીદાર સમાજે લગ્નનો જૂનો રિવાજ બદલ્યો, હવે કુંડળીને બદલે નવુ મેચ મેકિંગ કરશે


ઉત્તર ગુજરાતના 53 ગામ ઉપરાંત અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, કચ્છ, રાજકોટ તેમજ મુંબઈમાં રહેતી સમાજની બહેનોએ અભિયાનમાં જોડાઈને સંકલ્પ લેશે. આ માટે 28 મેના રોજ પાટણમાં વિશાળ મહિલા સંમેલન યોજાશે. જેમાં 3000 જેટલી મહિલાઓ કુરિવાજોને બંધ કરવા સંકલ્પ લેશે. 


વર્ષ 1958 માં પાટીદાર સમાજમાં બંધારણ તૈયાર કરાયુ હતું, તે રીતે 65 વર્ષ બાદ ફરીથી બંધારણ બનાવાશે, જેમાં મહિલાનો મહત્વનો રોલ રહેશે. 


આ લોકો માટે પાટીદાર સમાજે બંધ કર્યા દરવાજા, વર્ષોનો વિવાદ હવે પરાકાષ્ઠાએ પહોંચ્યો


વીઘા જમીનો છે, પણ પરણવા કન્યા નથી : મધ્ય ગુજરાત પાટીદાર સમાજે લીધો મોટો નિર્ણય


આવિશે મહિલા સંગઠનના અગ્રણી કાંતાબેન પટેલ જણાવે છે કે, હાલ યુવા પેઢી ટીવી અને મોબાઈલ જોઈને તેનુ અનુકરણ કરી રહી છે. આ કુરિવાજોને અત્યારથી જ બંધ કરાવવાની જરૂર છે. અમને આશા છે કે ભવિષ્યમાં તેનુ સારુ પરિણામ મળશે. તો બેતાલીસ લેઉવા પાટીદાર યુવા સંગઠનના સંયોજગ હાર્દિક પટેલ અડિયાએ જણાવ્યું કે, અમારા પ્રયાસો રંગ લાવી રહ્યાં છે. અડિયા ગામના દશરથભાઈના પુત્રના રિસેપ્શનમાં કવર ન લેવા શરૂઆત કરાવાઈ હતી. 2 મહિનામાં 26 ગામોએ કવર પ્રથા બંધ કરવાનો નિર્ણય કર્યો છે. અધાર ગામના એક પિરાવેર સીમંત પ્રસંગે ખોળામાં રૂપિયા નાંખવાની પ્રથા બંધ કરવાની પહેલ કરી છે. મહિલા સંગઠનના આ પ્રયાસોથી ધીરે ધીરે જાગૃતિ આવી રહી છે, અને લોકો કુરિવાજોને તિલાંજલિ આપી રહ્યાં છે. 


પાટીદારોના સીતા સ્વંયવરનો ફિયાસ્કો : 500 રામની સામે માત્ર 40 સીતા આવી