Patan News પ્રેમલ ત્રિવેદી/પાટણ : પાટણના સિદ્ધપુરમાં ગોકુલ મિલના કર્મચારીની અન્નનળીમાં ઉલિયું ફસાઈ જવાની ઘટના બની હતી. જો કે પાટણના ખાનગી તબીબે એન્ડોસ્કોપીની મદદથી તપાસ કરીને ઉલિયાને ગળાને ભાગેથી બહાર કાઢ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગોકુળ મિલના કર્મચારી સવારે જાગીને ઉલિયું કરી રહ્યા હતા. આ દરમિયાન ઉલિયું ગળાના ભાગથી અન્નનળીમાં જતું રહ્યું હતું. જેથી કર્મચારીને ભારે તકલીફ અને પીડા ઉભી થતા સિદ્ધપુરમાં જ સારવાર અર્થે ખસેડાયો હતો. પરંતુ ત્યારપછી આ દર્દીને વધુ સારવાર માટે પાટણમાં ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયો, જ્યાં તબીબે 10 મિનિટમાં ગળામાંથી ઉલિયું બહાર કાઢ્યું હતું. તબીબે કહ્યું, અત્યાર સુધીમાં ક્યારે કોઈએ નહીં સાંભળ્યો હોય તેવો આ કિસ્સો બન્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિધ્ધપુરની ગોકુળ મિલના કર્મચારી સવારે ઉલિયું કરી રહ્યા હતા, ત્યારે જીભ પર તજી ઉલ ઉતારવા માટે વધારે પડતું ઉલિયું ગાળાના અંદરના ભાગે લઈ ગયા હતા. આ દરમિયાન ઉલિયું ગળાની અંદર જતું રહ્યું હતું. જેથી તેમને ભારે તકલીફ અને પીડા ઉભી થઈ હતી. ત્યાર બાદ પ્રથમ સિદ્ધપુર અને ત્યાર બાદ વધુ સારવાર માટે પાટણ ખાતે સારવાર માટે લઈ જવાયો હતો. પાટણના ખાનગી તબીબ દ્વારા એન્ડોસ્કોપીની મદદ થી તપાસ કરી ખુબજ કાળજી પૂર્વક ઉલિયાને ગળાના ભાગેથી બહાર કાઢી દર્દીને પીડામાંથી છુટકારો અપાવ્યો હતો.


છુટ્ટા શાકભાજી ફેંકો, જેને વાગે એનું આખું વર્ષ સારું જાય ; કંઈક આવી છે ગુજરાતના આ ગામની ધૂળેટી


નાના બાળકો સિક્કો ગળી પેનની કેપ ગળી જાય સહિતના કિસ્સાઓ ધ્યાને આવતા હોય છે. પણ ગુજરાતમાં એક યુવક ઉલિયુ ગળી ગયો હતો. રવિવારે સિદ્ધપુર ગોકુળ મિલમાં કામ કરતા પરપ્રાંતિય યુવાન સિવ્યેશ કુમાર પટેલ (ઉ.વ.25) વહેલી સવારે બ્રશ કર્યા બાદ જીભ ઉપરની ઉલ ઉતારવા માટે સ્ટીલના ઉલિયા વડે ઉલ ઉતારતા હતા તે વખતે ઉલિયું વધારે પડતું અંદર લઈ જવાથી અન્ન નળીમાં ગળી ગયો હતો. અને તે હોજરીમાં જઈ ફસાઈ ગયું હતું. 


હોજરીમાં ફસાયેલા ઉલ્યાના કારણે તેઓને અસંખ્ય પીડા શરૂ થઈ હતી. જેથી તેના સાથી કર્મચારી તેને તાત્કાલિક સિદ્ધપુર ખાનગી દવાખાને લઈ ગયા તેનો એક્સરે કરાવતા ગળાના અંદરના ભાગે ઉલિયું ફસાયેલું નજરે પડ્યું હતું. ડોક્ટરના સલાહથી તેને પાટણ સીટી હોસ્પિટલ ખાતે રિફર કર્યા હતા. ત્યાં ફરજ પરના ડોક્ટર હિતેશ પંચીવાલાએ એક્સ-રે કરાવીને એન્ડોસ્કોપીની મદદથી 10 મિનિટમાં ગળામાંથી ઉલિયું બહાર કાઢ્યું હતું. 


આ બાબતે ડોક્ટરને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ કિસ્સો અત્યાર સુધીના ક્યારે કોઈએ નહીં સાંભળ્યો હોય તેવો આ કિસ્સો બન્યો છે. એક કલાકમાં તેઓને રજા આપી ઘરે મોકલ્યા હતા. 


મા અંબાના ચોકમાં પ્રગટેલી હોળી પરથી વરસાદનો વરતારો : શંકરજી ઠાકોરે કરી આ ભવિષ્યવાણી