મા અંબાના ચોકમાં પ્રગટેલી હોળી પરથી વરસાદનો વરતારો : શંકરજી ઠાકોરે કરી આ ભવિષ્યવાણી
Ambaji Temple Holi : હોળીમાં વર્ષનો વર્તારો જોઈને અંબાલાલ પટેલે કરી આગાહી, તો અંબાજી મંદિરમાં પ્રગટાવાયેલી હોળી પરથી કરાઈ મોટી ભવિષ્યવાણી, આ આગાહી શંકરજી ઠાકોરે કરી છે. જોઈ લો શું થઈ છે આગાહી..
Trending Photos
Ambalal Patel Prediction For Holi 2024: હિન્દુ ધર્મમાં હોળી-ધૂળેટીના તહેવારનું અનેરૂ મહત્વ છે. હોળી પ્રગટાવીને હોળીની જ્વાળા પરથી વર્ષ કેવું રહેશે તેનો અંદાજ લગાવવામાં આવે છે. આજે રાજ્યભરમાં હોલિકા દહન કરવામાં આવી રહ્યું છે. હોલિકા દહનનો અગ્નિ શુભ અને અશુભ સંકેત આપે છે. હોલિકા દહનના અગ્નિથી ચોમાસું કેવું રહેશે વગેરેની ભવિષ્યવાણી કરવામાં આવતી હોય છે. ત્યારે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પ્રગટાવાતી હોળી પરથી સ્થાનિક લોકોએ આગામી ચોમાસું વર્ષ કેવું રહેશે તેની ભવિષ્યવાણી કરી છે. જેને પગલે ખેડૂતોને નવા વર્ષમાં વાવેતરનો અંદાજો આવે છે.
અંબાજીની હોળીની જ્વાળાનો પવન ચારેય દિશામાં પેલાયો
સત્ય નો વિજય થતા સતયુગથી ચાલી આવતી હોલિકા દહનની પ્રક્રિયાને હોળીના પર્વ તરીકે મનાવવામાં આવે છે. હોળીનો પર્વ આ વર્ષે ધામધુમથી ઉજવવામાં આવ્યો હતો. ને અંબાજી મંદિરનાં વહીવટદાને અધિક કલેક્ટર કૌશિક મોદી અને ભટ્ટજી મહારાજ દ્વારા પુજા વિધિ કરી હોળી પ્રગટાવવામાં આવી હતી. જોકે આ પુર્વે રાજસ્થાની લોકો ઉભેલી હોળીને પુજા કરવાની એક પરંપરા પણ જોવા મળી હતી. જેને ઠંડી હોળી પુજવાનુ મહત્વ માનવામાં આના છે અને હોળી પ્રગટ્યાં બાદ હોળી જ્વાળાનો પવન ચારો તરફ ફેલાયો હતો.
માસું સારા જવાનાં એંધાણ
ત્યારે અહીંના ઠાકોર સમાજના અગ્રણી શંકરજી ઠાકોર દ્વારા હોળીની જ્વાળા પરથી આગામી વર્ષ કેવુ રહેશે તેવી ભવિષ્યવાણી કરાઈ હતી. શંકરજી ઠાકોરે હોળીની જ્વાળા જોઈને કહ્યું કે, આ જ્વાળા જોતા ખંડવૃષ્ટી થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. એટલુંજ નહીં હોળી પ્રગટાવ્યા બાદ સળગતી હોળી જે દિશા તરફ પડે તેના આધારે આગામી વર્ષમાં ચોમાસાનો વર્તારો પણ જોવાતો હોય છે. તે જોતા હોળી ઉત્તર દિશાના વાયવ્ય દિશા તરફ પડતાં આગામી ચોમાસું સારા જવાનાં એંધાણ જોવા મળ્યા હતા. ને વરસાદ પણ આવતા ચોમાસુ સારુ રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે.
આ વર્ષે ચોમાસું સારું રહેશે
હોળી પ્રગટાવીને હોળીની જ્વાળા પરથી વર્ષ કેવું રહેશે તેનો અંદાજ લગાવવામાં આવે છે. હોલિકા દહનનો અગ્નિ શુભ અને અશુભ સંકેત આપે છે. હોલિકા દહનના અગ્નિથી ચોમાસું કેવું રહેશે વગેરેની ભવિષ્યવાણી કરવામાં આવતી હોય છે. ત્યારે હોળી પહેલા અંબાલાલ પટેલે મોટી ભવિષ્યવાણી કરી છે. હોળિકા દહન બાદ આગાહીકાર અંબાલાલ કાકાએ જણાવ્યું છે કે હોળિકાની જ્વાળાઓની દિશાને જોઈ અનુમાન કર્યું છે. સૂર્યાસ્ત પછી પવન પશ્ચિમનો રહ્યો હતો અને ઘુમાવ નૈઋત્યનો રહ્યો હોવાથી ખેડૂતો માટે વર્ષ સારું રહેશે. અંબાલાલ પટેલે જણાવી દીધું છે કે આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે, જે એપ્રિલથી લઇ જૂન સુધી જોવા મળશે. ધૂળ વંટોળના કારણે બાગાયતી પાક પર તેની અસર થતી હોય છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, અરબ સાગર અને બંગાળની ખાડીમાં ગરમીની સાનુકૂળતાના કારણે ચક્રવાત સર્જાતા રહેશે. ઓગસ્ટથી લઇ ઓક્ટોબર સુધી વરસાદ રહેશે, વાયુનો પ્રકોપ વધુ રહેશે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હોળી ઉનાળાના મુખનો તહેવાર હોવાથી ઉનાળામાં ગરમી કેવી રહેશે અને વાયુચક્ર કેવું રહેશે, તેનો બોધ કરે છે. ત્યાર બાદ અખાત્રીજના પરોઢીયાનો પવન જોવામાં આવતો હોય છે. સામાન્ય રીતે ઠંડી હોળી તાપીને જાય તો સારુ કહેવાય છે. હોળીનો પવન ઉત્તર કે ઈશાન તરફનો હોય તો શિયાળો લંબાઈ શકે છે. પૂર્વનો પવન હોય તો વર્ષ ખંડવૃષ્ઠી વાળું આવે, ઈશાનના પવન વાય તો ઠંડી આવે. હોળીના દિવસે ખુણા અને ઓઠેય દિશાનો પવન જોવાનો ઉત્તરનો પવન શિયાળો લંબાઈ પરંતુ વરસાદ પુષ્કર થવાના ચિન્હ બતાવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે