પ્રેમલ ત્રિવેદી/પાટણ: હારીજ તાલુકાના દુનાવાડા ગામે પ્રેમ પ્રકરણ અને અગાઉની અદાવતને લઇ ગામના જ બે ઈસમોએ બપોરના સમયે અંધાધૂઘ ફાયરિંગ કરી ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ કરી ઈસમો ફરાર થઇ ગયા હતા. ગામમા ફાયરિંગની ઘટનાને લઇ અંજપા ભરી સ્થિતિ સર્જાવા પામી હતી. તો આ ઘટનાની પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, અને અલગ અલગ ત્રણ જગ્યા પર થયેલ ફાયરિંગ સ્થળે પોલીસનો બંદોબસ્ત ગોઠવી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jaya Kishori Networth: જયા કિશોરી એક કથા માટે લે છે આટલા રૂપિયા? નેટવર્થ જાણી ચોંકશો


આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, હારીજ તાલુકાના દુનાવાડા ગામે રહેતા હિમાંશુ પરમાર અને શૈલેષ પરમાર બન્ને મિત્રો છે અને ગામમા થોડા દિવસ અગાઉ રમેલ હોઈ ગામમા રહેતા પટણી સોનજી ભાઈ સાથે બોલા ચાલી થઇ હતી. જેની અદાવત તેમ જ હિમાંશુ પરમારને ગામ રહેતા શીવાભાઈ સુથારની પુત્રી સાથે પ્રેમસંબંધ હોઈ અને તેની સાથે ઘણા સમયથી સંપર્ક થતો ન હોઈ બન્ને મિત્રોએ આજે બપોરના સમયે રિવોલ્વર લઇ પ્રથમ પટણી સોનજી ભાઈના ઘરે જઈ ફાયરિંગ કરી વિજય પટણી અને સોનજી પટણીને ઇજાગ્રસ્ત કરી ત્યાંથી ફરાર થઇ ગયા હતા.


PM મોદીની સાથે ચાલનાર કમાન્ડો કેમ બ્લેક બેગ લઈને ફરે છે? સો ટકા નહીં જાણતા હોવ...


ત્યારબાદ ગામમા રહેતા શિવાભાઈ સુથારના ઘરે પહોંચ્યા હતા, જ્યાં હિમાંશુ પરમારને શિવાભાઈની પુત્રી સાથે પ્રેમસબંધ હોઈ અને ઘણા સમયથી તેની સાથે સંપર્ક થતો ન હોવાને લઇ તેની અદાવત રાખીને શિવા ભાઈ સુથાર પર ફાયરિંગ કરી બન્ને ઈસમો ફરાર થઇ ગયા હતા.


MMS Scandal બાદ વેનિટીમાં અંજલીએ બનાવ્યો એવો VIDEO કે જોનારા ભડક્યા, આ ના સુધરે...'


આ ઘટનામાં કુલ 9 રાઉન્ડ ફાયરિંગ થવા પામ્યું હતું, જેમાં ત્રણ ઇજા ગ્રસ્ત શિવા ભાઈ સુથાર, વિજય પટણી, સોનજી પટણી ઈજાગ્રસ્ત લોકોને પાટણ ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા. ઘટનાને પગલે દુનાવાડા ગામે પોલીસ કાફલો ખડકી દીધો હતો અને અને પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.