ગુજરાત સરકાર એક્શનમાં; ખેડૂતોના ખાતર-બિયારણ-દવામાં ભેળસેળ કરનારા ચેતજો!

રાજ્યના ધરતીપુત્રોને ગુણવત્તાયુક્ત ખાતર-બિયારણ-દવા મળે તે સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના સ્પષ્ટ દિશા-નિર્દેશો. સ્ટેટ લેવલની 19 ટીમ દ્વારા રાજ્યભરમાં બે દિવસ માટે ખાસ સઘન ચકાસણી ઝુંબેશ – રિજિયોનલ સ્તરે 39 ટીમો ઝુંબેશમાં જોડાઈ. એકત્ર કરાયેલા બિયારણના 524 - ખાતરના 105 - દવાના 82 એમ 711 નમૂનાઓ માન્યતા પ્રાપ્ત વિવિધ લેબમાં પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા.

ગુજરાત સરકાર એક્શનમાં; ખેડૂતોના ખાતર-બિયારણ-દવામાં ભેળસેળ કરનારા ચેતજો!

ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્યના ધરતીપુત્રોને બિયારણ, ખાતર અને દવા ગુણવત્તાયુક્ત મળે તે સુનિશ્ચિત કરવા રાજ્યના ખેતીવાડી વિભાગને આપેલા સ્પષ્ટ દિશા-નિર્દેશો અનુસાર રાજ્ય સરકારના ખેતીવાડી ખાતા દ્વારા રાજ્યવ્યાપી દ્વિ-દિવસીય ખાસ સઘન ચકાસણી ઝુંબેશ તાજેતરમાં ઉપાડવામાં આવી હતી.

ગેનીબેન પોતાના મતવિસ્તારમાં હાર્યા છતાં બનાસકાંઠા કેવી રીતે જીત્યા, આ છે અંદરની વાત
 
આ હેતુસર સમગ્ર રાજ્યમાં ક્ષેત્રીય કક્ષાએથી 39 ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજ્ય સરકારે આ ઝુંબેશને વધુ વેગવંતી બનાવવા સ્ટેટ લેવલની 19 સ્ક્વોડ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બે દિવસ માટે સઘન ચકાસણી હાથ ધરી હતી. રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વિવિધ ઈનપુટના 59 ઉત્પાદકો તેમજ બિયારણના 848, ખાતરના 547 અને દવાના 750 વિક્રેતાઓની આ ઝુંબેશ અન્વયે ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા તપાસણી મુલાકાત લેવામાં આવી હતી.

લખી રાખજો! આ તારીખ પહેલા ગુજરાતમાં નહીં પહોંચે ચોમાસું, આ આગાહી સાચી પડી તો...!
 
આ મુલાકાત દરમિયાન બિયારણના 524, ખાતરના 105 અને દવાના 82 એમ કુલ 711 નમૂના લેવામાં આવ્યા હતા અને પૃથક્કરણ માટે રાજ્યની જુદી જુદી માન્ય લેબમાં એનાલિસિસ માટે મોકલવામાં આવ્યા હતા. આ જે 711 નમૂના એકત્ર કરવામાં આવેલા તેમાં કપાસના 324 નમૂના લેવાયા હતા. તેમાંથી 116 નમૂના શંકાસ્પદ જીનેટીકલી મોડીફાઇડ અને અનઅધિકૃત કપાસ તરીકે લેવામાં આવ્યા હતા.

ખટાખટ થઈ રહ્યું છે બુકિંગ, ધડામ કરતી ઘટી iPhone 15 Proની કિંમત, શું તમે રહી ગયા છો?
 
એટલું જ નહીં, સાબરકાંઠા જિલ્લામાં લેવાયેલા કપાસના ૨૪ નમૂના પૈકીના 19 નમૂના શંકાસ્પદ જીનેટીકલી મોડીફાઇડ અનઅધિકૃત કપાસ તરીકે લેવાયા હતા. અત્યાર સુધીમાં 110 આવા નમૂનાઓના થયેલા પૃથ્થકરણમાં 101 પ્રમાણિત અને 09 બિન પ્રમાણિત જણાયા છે. 634 નમૂનાઓનું પૃથ્થકરણ પ્રગતિમાં છે.

આ સઘન ચકાસણી ઝુંબેશ દરમિયાન અંદાજે 6.15 કરોડ રૂપિયાનો જથ્થો અટકાવવામાં આવ્યો છે જેમાં બિયારણનો 1,39,970 કિલોગ્રામ, ખાતરનો 175 મેટ્રિક ટન અને દવાઓનો 1320 કિલોગ્રામ/લિટર જથ્થાનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, આ રાજ્યવ્યાપી સઘન ચકાસણી ઝુંબેશ દરમિયાન રાજ્ય સ્તરીય ૧૯ ટીમને જોવા મળેલી અલગ-અલગ ખામીઓ ધ્યાનમાં લેતા ૪૮૩ જેટલી નોટિસ પણ આપવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news