પાટણઃ પાટણ જિલ્લામાં ફરી કમોસમી માવઠું થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવમાં આવી છે. જેને લઇ ખેડૂતો પર ચિંતાના વાદળો છવાયા છે. ખેતરમાં ઉભા પાકમાં હવે જો કમોસમી માવઠું થાય તો પાકમાં રોગ ચાળો આવી શકે છે જેને લઇ ખેડૂતોને મોટી નુકશાની વેઠવી પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગે કરી આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી તા. 21અને 22 જાન્યુઆરીના રોજ ઉત્તર ગુજરાતમાં કમોસમી માવઠું થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે પાટણ જિલ્લામાં પણ કમોસમી માવઠું થઇ શકે છે. જેને લઇ ખેડૂતો ફરી ચિંતાતુર બન્યા છે. અગાઉ બે વખત જિલ્લામાં કમોસમી માવઠું થવાને પગલે ખેડૂતોને ભારે નુકશાની થવા પામી હતી. ત્યારે હવે ત્રીજી વખત કમોસમી માવઠું થાય તો ઉભા પાકમાં ભારે નુકશાની આવી શકે છે. 


આ પણ વાંચોઃ ટાસ્ક ફોર્સની ચેતવણી, ઓમિક્રોન કોઈ ઈમ્યુનિટીને ગાંઠતો નથી, તેને ફ્લૂ સમજવાની ભૂલ ન કરતા


પાટણ જિલ્લામા થયેલ વાવેતર પર નજર કરીયે તો જિલ્લામાં કુલ એક લાખ નેવું હજાર હેક્ટરમાં વાવેતર થયું છે. જેમાં ખાસ રાયડુ 38000 હેક્ટર, જીરું 21000 હેક્ટર, ચણા 49000 હજાર હેક્ટરમાં વાવેતર થયું છે. ત્યારે રાયડો, જીરું, ચણાનાં પાકમાં રોગ કમોસમી માવઠાને લઇ આવી શકે છે.


પાટણ જિલ્લા ખેતી વાડી વિભાગ દ્વારા પણ કમોસમી માવઠાની સંભાવનાને લઇ ખેડૂતોને કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે. જમા ખેડૂતોએ વાદળ છાયા વાતાવણમાં યુરિયા ખાતર આપવું, વધુ વરસાદ થાય તો નીચાણ વાળી જમીન માંથી ઝડપી પાણી નિકાલ કરવો જેવા સૂચનો કરવામાં આવ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube