પ્રેમલ ત્રિવેદી/પાટણ: સરકાર દ્વારા સ્વછતા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત ગ્રામ્ય વિસ્તારો પણ સ્વચ્છતા જળવાઈ રહે તેવા હેતુ થી ઘરે ઘરે શૌચાલયની યોજના અમલી બનાવવામાં આવી છે. પરંતુ તેના લાભાર્થીઓને સરકારી સહાયની રકમ મળે તે પહેલાં તેમની જાણ બહાર બારોબાર ઉપડી જતા મસ મોટું શૌચાલય કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો કિસ્સો હારીજ તાલુકાના રસુલપુરાનો પ્રકાશમાં આવવા પામ્યો છે. જે મામલે તપાસ નો દોર ધમધમતો બનવા પામ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારની ઘરે ઘરે શૌચાલયની યોજના અમલી થયા બાદ દરેક જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં શૌચાલય બનાવવા માટે લાભાર્થીઓને સરકાર દ્વારા સહાય ચુકવવામાં આવે છે. પરંતુ તેમાં પણ મસ મોટું કૌભાંડ આચરવામાં આવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવવા પામ્યો છે. હારીજ તાલુકાના રસુલપુરા ગામે વર્ષ 2017-18માં 37 લાભાર્થીઓએ ઘરે ઘરે શૌચાલય બનાવવા ફોર્મ ભર્યા હતા. ત્યારે તેમના ઘરે શૌચાલય બને તે પહેલાં તેમની જાણ બહાર બારો બાર સહાયની રકમ ઉપડી જતા ભારે આશ્ચર્ય લાભાર્થીઓમાં ઉભું થવા પામ્યું છે.


રાજકોટ: યુ-ટ્યુબ પર ટેકનીક શીખીને બુલેટની ચોરી કરતા એન્જીનિયરીંગના વિદ્યાર્થી ઝડપાયા


રસુલપુરા ગામે ઘરે ઘરે શૌચાલયની સરકારી યોજના અંતર્ગત 37 લાભાર્થીઓએ યોજનાનો લાભ મેળવવા ફોર્મ ભર્યા હતા. પરંતુ શૌચાલય બન્યા પહેલા લાભાર્થીઓની જાણ બહાર બારો બાર સહાયની મસ મોટી રકમ રૂપિયા 4,44,000 ઉપડી જવા પામ્યા છે. જે મામલે મહિલા સરપંચને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, આ મામલે અમને કાઈ ખબર નથી અધિકારીઓ ગામમાં શૌચાલય બન્યા હોવાની તપાસ માટે આવતા મારા પુત્રની સહાયની રકમ પણ બારો બાર ઉપાડી ગયા હોવાનું માલુમ પડ્યું હતું અને ત્યાર બાદ સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવવા પામ્યું હતું તેવો બચાવ કર્યો હતો.


અમદાવાદ: મેમનગર વિસ્તારમાંથી મહિલા તલાટી 4 હજારની લાંચ લેતા ઝડપાયા



સરકારે સ્વચ્છતાના ઉદ્દેશ સાથે ગ્રામ્ય વિસ્તારમાં ઘેર ઘેર શૌચાલયની યોજના અમલી તો બનાવી છે. પરંતુ જે લાભાર્થીઓના હજુ શૌચાલય બન્યા નથી તે પહેલાં સહાયની રકમ બારો બાર ઉપાડી જતા અનેક તર્ક વિતરકો ઉભા થવા પામ્યા છે. ત્યારે આ મસ મોટા કૌભાંડમાં સરપંચથી લઇ ઉચ્ચ અધિકારીઓ સામે શંકાની સોય ભોકાઈ રહી છે. ત્યારે આ મામલે તપાસનો દૌર ધમ ધમતો બનવા પામ્યો છે.