Gujarat Congress : ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક પર ગૃહમાં ચર્ચા થઈ રહી હતી એ સમયે કોંગ્રેસના ધારાસભ્ય ડર વ્યક્ત કર્યો હતો કે, આ વિધેયકથી મને પણ નુકસાન થશે, કાયદો અમલમાં આવતા મારા પણ રામ રમાઇ જવાના છે. કારણ કે યુનિનો તમામ પાવર સરકારના હસ્તક થઈ જશે. અત્યારસુધી સરકાર આ બાબતે રસ લેતી નહોતી. હવે પાવર હાથમાં આવતાં બધા નવા નિયમો આવશે. આજે બિલ મામલે વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસ એકબીજાને આડે હાથ લઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધારાસભ્ય ડો કિરીટ પટેલે ગૃહમાં વિધેયક પર દરમિયાન નિવેદન આપ્યું હતું કે, પ્રથમ અધ્યાપક સહાયક તરીકે પસંદગી થઈ હતી. જે સમયે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન હતા. જેમનો હું આભાર માનું છું. વિવાદ સાથે જોડાયેલો હતો, રાજકીય દબાણ હતું છતાં મને કાયમી એ આનંદીબેન જ કરી શકે છે. 


ગુજરાતના આ 3 જિલ્લામાં ભુક્કા બોલાવી દેશે વરસાદ, હવામાન વિભાગે આપી નવી ચેતવણી


મને દુ:ખ છે કે તમે હવે શિક્ષણ મંત્રી તો નહીં પણ મંત્રી પણ નથી, શંકર ચૌધરી સામે અકળાઈ


પાટણના ધારાસભ્ય પ્રો.કીરીટ પટેલે વધુમાં કહ્યું હતું કે, હું અધ્યાપક છું તેના માટે હું અધ્યક્ષપીઠે બેસેલા રમણભાઇ વોરાનો આભારી છું. કારણ કે અધ્યાપક સહાયક તરીકે નિયુકત થયો ત્યારે તેઓ શિક્ષણ મંત્રી હતા. એટલે આભાર માનુ છું પણ આ વિધેયકથી મને પણ નુકસાન થશે. મે પણ કાયદો ઘડવા પૂર્વે ૩૦ સૂચન મોકલ્યા હતા. જેમાંથી બે સૂચન સ્વિકારાયા છે. બાકીના સ્વિકારાયા નથી. તેમાંથી ઘણા સુપ્રીમ કોર્ટના ચૂકાદા, ગાઇડલાઇન મુજબ હતા. જે સુધાર્યા નથી એટલે કોર્ટ કેસ વધશે. આમ આજે આ બિલે ઘણા વિવાદો ઉભા કર્યા છે.


હાર્દિક પટેલને વિધાનસભામાં કોણે ચૂપ કરાવી દીધો, કહ્યું-ભાઈ રાઝને રાઝ રહેવા દો


ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા : આ 2 જિલ્લાના ગામડાઓ એલર્ટ પર