ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા : રાજ્યના આ 2 જિલ્લાના ગામડાઓને એલર્ટ કરાયા
Narmada Dam : સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થયો.. નર્મદા ડેમની સપાટી 135.65 મીટર નોંધાઈ.. સિઝનમાં પહેલીવાર ડેમના દરવાજા ખોલવામાં આવ્યા... ડેમના 10 દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું... તબક્કાવાર રીતે ડેમમાંથી પાણી છોડવામાં આવશે... નર્મદા, ભરૂચ, વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામને સાવચેત રહેવા અપીલ...
Trending Photos
Heavy Rain in MP : ગુજરાતની જીવાદૌરી સમાન નર્મદા ડેમના આજે 10 દરવાજા ખોલાયા છે. ગુજરાતમાં ઓછા વરસાદ વચ્ચે ડેમ એરિયામાં ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થવાને પગલે તંત્રએ દરવાજા ખોલવાનો નિર્ણય લીધો છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે ઓમકારેશ્વર ડેમમાંથી સાડા ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેની સાથે નર્મદાના સરદાર સરોવર ડેમ જ દર કલાકે જળ સપાટીમાં જબરદસ્ત વધારો થઈ રહ્યો છે. આજે ગુજરાતના 3 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. નર્મદા ડેમ છે એ નર્મદા જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી છે. બપોરે 12 વાગ્યે ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 136.11 મીટર પર પહોંચી છે.
નર્મદા ડેમમાં પાણીની વિપુલ આવક સામે સતત સરદાર સરોવર નર્મદા નિગમ લી. તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ડેમમાં પાણીની સપાટી જળવાઈ રહે અને પુરની વધારે અસર ખાળવા સતત નર્મદા નિગમ દ્વારા સાવચેતીપૂર્વક પ્રયાસ કરાઈ રહ્યાં છે. જેમાં આજે 10 દરવાજા ખોલાયા છે. ભરૂચ સહિત નીચાણવાળા વિસ્તારોને પુરની વધુ અસર ન પડે તે માટે સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. બપોરે 12 કલાકે 10 દરવાજા 1.40 મીટર સુધી ખોલી તેમજ રિવરબેડ પાવરહાઉસમાંથી કુલ 1,45,000 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલમાં નર્મદા ડેમની પાણીની સપાટી 136.11 મીટર છે. જેમાં પાણીની આવક હાલમાં 9,38,060 ક્યૂસેક છે. ડેમમાં છેલ્લા 3 કલાકમાં સરેરાશ આવક 6,82,791 ક્યૂસેક પાણીની આવી રહી છે. જેથી રિવરબેડ પાવરહાઉસમાંથી 41,919 ક્યૂસેક જાવક થઈ રહી છે.
નર્મદા ડેમમાંથી પાણી છોડવાને પગલે વડોદરા જિલ્લાના નદી કાંઠાના ગામોને સાવધ કરાયા છે. ડભોઇના 3, શિનોર અને કરજણ તાલુકાના 22 ગામોના નાગરિકોને નદીના પટમાં ન જવા અપીલ કરાઈ છે. સવારે 10 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 135.65 મીટરે નોંધાઈ હતી. માત્ર 2 કલાકમાં જ સપાટીમાં 23 સેમીનો વધારો થતાં તંત્રએ દરવાજા ખોલવાનો નિર્ણય લીધો હતો. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે અને ડેમમાં સરદાર સરોવર નર્મદા ડેમમાં ગ્રોસ સ્ટોરેજનો 90 ટકા પાણીનો સંગ્રહ થયો છે. ડેમ માં પાણી છોડવા ને પગલે જિલ્લાના ત્રણેય તાલુકાના 25 ગામોના નાગરિકોને એલર્ટ કરાયા છે. ગુજરાતમાં હાલમાં વરસાદ ઓછો છે પણ એમપીમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમમામ પાણીની આવક વધતાં ડેમના 10 દરવાજા ખુલ્લા મૂકાયા છે. કરજણ તાલુકાના 11 ગામોને એલર્ટ કરાયા છે. આ ઉપરાંત વડોદરાના વિશ્વામિત્રી અને દેવ નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. વાઘોડીયા તાલુકાના નદીકાંઠાના 22 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. મામલતદાર અને તલાટી કમ મંત્રીને હેડક્વાટર્સ ન છોડવા તાકીદ કરવામાં આવી છે.
વડોદરાના કરજણ નર્મદા નદી કાંઠે આવેલ 11 ગામો તંત્ર દ્વારા એલર્ટ પર
(1) પુરા
(2) આલમપુરા
(3) લીલીપુરા
(4) નાની કોરલ
(5) મોટી કોરલ
(6) જુના સાયર
(7) માતરોજ
(8) ઓઝ
(9) સોમજ
(10) દેલવાડા
(11) અરજણ પુરા...
બીજી તરફ હવામાન વિભાગે કરેલી વરસાદની આગાહી વચ્ચે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કાકડીઆંબા ડેમમાં પાણીની આવક થતા શુક્રવાર રોજ ડેમની સપાટી 187.10 મીટરે પહોંચી છે. આ ડેમની પૂર્ણ સપાટી 187.71 મીટરની છે ત્યારે ડેમની કુલ સંગ્રહ શક્તિના 90 ટકા પાણીથી હાલ ભરેલો છે.
રાજ્ય અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ વરસતા નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે નર્મદા ડેમની જળ સપાટી 135.29 મીટરને પાર પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે. ગઈકાલે નર્મદા ડેમ જળસપાટી લેવલથી માત્ર 3 મીટર દૂર હતો. નર્મદામાં છોડવામાં આવતા પાણીને લઇને વડોદરા જિલ્લાના તાલુકાના ગામોને અસર થશે. ડભોઇ તાલુકાના 7 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ચાંદોદ ખાતે પસાર નર્મદા નદી ભયજનક સપાટીએ પહોંચી છે. પાણીની આવક થતા મહાલરાવ ઘાટના થોડા જ પગથિયાં બાકી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે