પાટણ પાલીકાનું આરંભે શુરા જેવી કામગીરી, કરોડોના સાધનો ખરીદી લીધા હવે ધુળ ખાય છે !
શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા પાલીકામાં લાખો રૂપિયા સાધનો સરકાર દ્વારા આપવામાં આવ્યા છે, પરંતુ આ સાધનો દેખભાળના અભાવે પાલીકા પરિસર ખાતે ધૂળ ખાઈ રહ્યા છે
પ્રેમલ ત્રિવેદી/પાટણ : શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા પાલીકામાં લાખો રૂપિયા સાધનો સરકાર દ્વારા આપવામાં આવ્યા છે, પરંતુ આ સાધનો દેખભાળના અભાવે પાલીકા પરિસર ખાતે ધૂળ ખાઈ રહ્યા છે. તો કેટલાક સાધનોની હાલત પણ બિસ્માર જોવા મળી રહી છે. પાટણ શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે સાધનો વસાવવા સરકાર દ્વારા પાટણ પાલીકામાં ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી. પાલીકા દ્વારા પણ લાખો રૂપિયાના મોંઘા સાધનો વસાવ્યા પણ સમય જતાં દેખભાળના અભાવે લઈ મોંઘાદાટ સ્વચતાના સાધનો પાલીકા પરીસર ખાતે ધૂળ ખાઈ રહ્યા છે. કેટલાક સાધનોનો કોઈ ઉપયોગ વગર બિસ્માર બની જવા પામ્યા છે.
વડોદરા : એપાર્ટમેન્ટમાં નાની બાળકીને રમવા માટે બોલાવી અને અડપલા કર્યા
પાટણ પાલીકા પરિસર ખાતે રોડ રોલર , કચરા ટેમ્પો , રોડ વેક્યુમ સહિતના લાખો રૂપિયાના ખર્ચે સાધનો વસાવવામાં આવ્યા છે પણ તેની યોગ્ય જાળવણીના અભાવે ધૂળ ખાઈ રહ્યા છે. જે મામલે પાલીકા પ્રમુખને પૂછતાં તેમને પાલીકાનો બચાવ કરતા જણાવ્યું હતું કે, પાલીકામાં જે સાધનો છે તે ધૂળ ખાતા નથી પણ અગાઉના પ્રમુખ સમય ગાળામાં સાધનો વસાવ્યા છે તેમાં રોડ સ્વીપર મશીન ચાલુ હાલતમાં છે. કંપકનીના માણસો દ્વારા માર્ગ પર તેનું ટેસ્ટિંગ કરવામાં આવશે, તેમ જણાવી રહ્યા છે. આ સાધન પાલીકામાં છેલ્લા 5 વર્ષથી ધૂળ ખાઈ રહ્યું છે, પણ હજુ સુધી ટેસ્ટિંગ થયું નથી જે નવાઈની વાત છે.
રાજકોટ : પોશ એરિયાના સ્પામા ચાલતો હતો દેહનો ધંધો, આલિશાન રૂમમાં થતી રંગરેલિયા
શહેરને સ્વચ્છ રાખવાના હેતુથી પ્રજાની સુખાકારી માટે સરકાર દ્વારા વિવિધ યોજનો થકી લાખો રૂપિયાની ગ્રાન્ટ પાલીકા માં ફાળવવામાં આવે છે. તેના થકી સ્વચ્છતા માટેના મોંઘા દાટ સાધનો પાલીકા વસાવે છે, પરંતુ ત્યાર બાદ તેની જાળવણીમાં પાલીકા તંત્ર ઉદાસીનતા વલણ દાખવવાના કારણે આ સાધનો પ્રજા ઉપયોગી પણ ના થયા અને પાલીકા માં ધૂળ ખાઈ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube