પ્રેમલ ત્રિવેદી/પાટણ: પાટણ પોલીસ આખરે એક હનીટ્રેપનો ભેદ ઉકેલ્યો છે. હારીજના એક જાણીતા વેપારી સાથે હનીટ્રેપની ઘટના બની હતી. જેમાં રાધનપુર ખાતે રહેતી બે યુવતીઓ તેમજ તેમની સાથેના બે સાગરીતોએ વહેપારીને પોતાની જાળમાં ફસાવ્યા હતા. જે મામલે હાલ અનેક મોટા ખુલાસા થયા છે. પાટણ એલસીબી પોલીસે હનીટ્રેપને અંજામ આપતા ચારે ઇસમોને ઝડપી ટ્રેપનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી 3 લાખ 37 હજાર રોકડ મુદ્દામાલ પણ રિકવર કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું બની હતી સમગ્ર ઘટના?
હારીજના જાણીતા વેપારી એવા હારીજનાં યુવકને બે યુવક અને બે મહિલાઓએ પ્લાન બનાવીને રાધનપુર ખાતે બોલાવીને મહિલા સાથે યુવકનો નગ્ન વિડિઓ ઉતારીને દુષ્કર્મની ફરિયાદ કરવાની ધમકી આપવામાં આવી હતી. આરોપીઓએ હનીટ્રેપમાં ફસાવીને વેપારી યુવક પાસેથી રૂપિયા 10 લાખની માંગણી કરી હતી. જેમાં ડરના મારે વેપારી યુવક પાસેથી આરોપીઓએ ટુકડે ટુકડે રૂપિયા 5 લાખ જેટલી મોટી રકમ મેળવી લીધી હતી.  ત્યાર બાદ રાધનપુર પોલીસ મથકે યુવકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં ચાર આરોપીઓને ઝડપી જેલનાં સળિયા પાછળ ધકેલી દીધા હતા અને કેસની વધુ તપાસ હાથ ધરી હતી.


અહો આશ્ચર્યમ! સુરતમાં પાણીની ટાંકીમાંથી આ શું મળ્યું? લોકોમાં ડરનો માહોલ, જાણો શું છે ઘટના?


આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે હારીજનાં અંબેશ્વર રેસીડેન્સીમાં રહેતા હર્ષદ ભાઈ રાવલ જેઓ કર્મકાંડ સાથે બેંક સાથે ટાઇઅપ કરી ખાતા ખોલાવવાની કામગીરી કરતા હતા. ત્યારે પાંચ મહિના અગાઉ એક અજાણી મહિલાનો હર્ષદ ભાઈ પર ફોન આવ્યો અને તે મહિલાએ માયાબેન રાણા તરીકે પોતાની ઓળખ આપી હતી. ત્યારબાદ તેમણે જણાવ્યું કે મારે બેંકમા ખાતું ખોલાવીને લોન લેવી છે. તેમ જણાવતા એક ગ્રાહક તરીકે હર્ષદ ભાઈ એ વાત કરી. ત્યારબાદ હર્ષદ ભાઈને જરૂરી મહિલાનાં ડોક્યુમેન્ટ માટે રાધનપુર ખાતેનાં ઘરે બોલાવ્યા હતા, તે સમયે માયાબેન રાણાનાં સંતાનો ઘરમા હોઈ તેમને પાડોશમા મુકવા ગયેલ તે સમયે ઘરમા હર્ષદ ભાઈ એકલા હોઈ તે દરમ્યાન બે યુવકો ઘરમાં આવી હર્ષદ ભાઈને પુછવા લાગ્યા હતા કે કેમ આવ્યો છે તેમ કહીને હર્ષદ ભાઈ સાથે માર ઝૂડ કરી હતી. 


માયા બેન પણ પછી તેમના ઘરે આવી તેમના વસ્ત્રો કાઢી અને હર્ષદ ભાઈનાં પણ કપડાં ફાડી નિર્વસ્ત્ર માયા બેન અને હર્ષદ ભાઈનાં નગ્ન વિડિઓ ઉતારીને ખોટો પોલીસ કેસ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરીને હર્ષદ ભાઈ પાસેથી રૂપિયા 10 લાખની માંગણી કરવા લાગ્યા હતા. જેમાંથી આરોપીઓએ ટુકડે ટુકડે રૂપિયા 5 લાખની રકમ તો વસૂલી લીધી અને ત્યારબાદ પણ રૂપિયાની માંગણી ચાલુ રાખતા છેવટે હર્ષદ ભાઈએ રાધનપુર પોલીસ મથકે 6 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.


Gujarat Monsoon: અંબાલાલ પટેલની આગાહી: હાલ ઉત્તર- મધ્ય ગુજરાતના ખેડૂતોએ સારા વરસાદની રાહ જોવી પડશે, પણ...


રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા તેની તપાસ પાટણ એલ.સી.બી પોલીસને સોંપવામાં આવી હતી. ત્યારે પોલીસે રાધનપુર ખાતેનાં આરોપીનાં ઘરે અચાનક તપાસ કરતા દિલીપ ઉર્ફે હપો ઠાકોર, પપ્પુ ઉર્ફે શીતલ બેન , માયા બેન ભીલ સહીત અન્ય એક ઈસમ મળી કુલ ચાર જેટલાં ઈસમોને હની ટ્રેપનાં ગુનામાં ઝડપી પાડ્યા હતા અને પોલીસ પૂછપરછમાં ઈસમોએ સાથે મળી સમગ્ર ગુનો આચર્યો હોવાની કબૂલાત કરી હતી. ત્યારે પોલીસે આરોપીઓ પાસેથી 4 લાખ 46 હજારનો મુદ્દા માલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube