Siddhpur News : સિદ્ધપુરના કાકોશી ગામે ક્રિકેટ રમતી વખતે બોલ આપવા જેવી નજીવી બાબતે એક યુવાન પર કેટલાક ઈસમો દ્વારા જીવલેણ હુમલો કરવાની ઘટના બની હતી. હુમલાની ઘટનામાં કીર્તિભાઈ વણકર નામના યુવાનના હાથનો અંગુઠો કપાઈ ગયો હતો. તેમજ અન્ય નાની મોટી ઈજાઓ થતા ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો ઘટનાને પગલે ઈજાગ્રસ્ત ના ભાઈના નિવેદન આધારે કાકોશી પોલીસ મથકે 7 ઈસમો સામે નામજોગ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટણના કાકોશી મુકામે અનુસૂચિત જાતિ સમાજના યુવાન કીર્તિ વણકર નામના યુવક પર હુલમો કર્યો હતો. ક્રિકેટની રમત રમવાના મુદ્દે ઝગડો થતાં, તલવારથી અંગુઠો અને અડધો હાથ કાપી નાંખ્યાની ઘટના બની હતી. ત્યારે આ મામલે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આક્ષેપ કર્યા હતા કે, 24 કલાક વિતવા છતા માત્ર ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી 40 થી વધુ લોકોએ હુમલો કર્યો હતો. તો ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પિઠડીયાએ હોસ્પિટલમાં યુવકની મુલાકાત લીધી હતી. સાથે જ 48 કલાકમાં આરોપીઓની ધરપકડ ન થાય તો પાટણ બંધની જાહેરાત કરવામાં આવશે તેવી જિગ્નેશ મેવાણીએ ચીમકીઆપી હતી. તેમજ કહ્યુ હતું કે, આ મુદ્દે ડીજીપીને રજૂઆત કરીશું. 


વાવાઝોડું ગુજરાતથી કેટલે દૂર છે? અંબાલાલ પટેલ લાવ્યા બિપોરજોય ચક્રવાતની નવી આગાહી


જિગ્નેશ માવાણીએ કહ્યું હતું કે, ગુજરાતના અનુસૂચિત જાતિ વંચિત આદિવાસી પર અત્યાચાર થાય તો ગુજરાતના મુખ્યમંત્રીને તેમની સાથે કોઈ સ્નાન સૂતકનો સંબંધ નથી. આજ દિન સુધી આવી કોઈ ઘટનામાં મુખ્યમંત્રીએ પીડિતની મુલાકાત લીધી નથી. આઠ વર્ષના એક બાળકે દડો આપવાની ના પાડતા 40 લોકોના ટોળાએ ભેગા થઈને તેમના પર હુમલો કર્યો. કીર્તિ વણકર નામના યુવાનનો અંગૂઠો કપાયો તેના પેટમાં છરીના ઘા મારીને હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ ઘટનામાં કલમ 120 બી કલમ 307 નો ઉલ્લેખ કરાયો નથી. આરોપીઓને નાસ્તા ફરવાનો અને આગોતરા જામીન કરવા માટેનો સમય ફાળવાતો હોય તેવું પાટણ પોલીસ નું વલણ દેખાઈ રહ્યું છે. દારૂ જુગારના અડ્ડાનું લાયસન્સ કોને ક્યારે કઈ જગ્યાએ આપું તેનું સંપૂર્ણ જ્ઞાન પાટણ પોલીસ ધરાવે છે. હજુ સુધી પાઇપ તલવારો થી હુમલો કરવાવાળા 40 જેટલા આરોપીઓ પોલીસને મળતા નથી


હિમાલય સર કરવો છે તો ગુજરાત સરકાર પૂરુ કરશે તમારું આ સપનું, વાંચી લો આ


સિદ્ધપુરમાં દલિત સમાજના યુવાન પર જીવલેણ હુમલા બાબતે પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા, જે પૈકી કુલદીપસિંહ રાજપૂત, રાજદીપ સિંહ, જસવંતસિંહ, અને દિલીપસિંહ એમ કુલ ચાર આરોપીઓ ને પોલીસે ઝડપી પાડ્યા છે. તો હુમલાની ઘટનામાં પોલીસ તપાસમાં હુમલાની ઘટનામાં સામે પક્ષે સિદ્ધરાજસિંહ નામના યુવાનને પણ ઈજાઓ થતા તેના નિવેદનના આધારે 4 ઈસમો વિરુદ્ધ પોલીશે ફરિયાદ નોંધી છે. આમ હુમલાની ઘટનામાં સામસામે કુલ 11 ઈસમો સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં 4 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે અને અન્ય આરોપીઓને ઝડપવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 


કેરળના આકાશમાંથી ગાયબ થયા ચોમાસાના વાદળો, આ હલચલ અંગે અંબાલાલ પટેલે કરી નવી આગાહી