વાવાઝોડું ગુજરાતથી કેટલે દૂર છે? અંબાલાલ પટેલ લાવ્યા બિપોરજોય ચક્રવાતની નવી આગાહી
Gujarat Weather Forecast : રાજ્યમાં 9 અને 10 જૂને વરસાદની આગાહી... અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે પડશે વરસાદ.... દક્ષિણ ગુજરાતના 5 અને સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી...
Trending Photos
Ambalal Patel Prediction : વાવાઝોડાની પ્રક્રિયા અરબ સાગરમાં શરૂ થઈ છે. પરંતુ તે ગુજરાતમાં ટકરાશે કે નહિ તે હજી કહેવુ મુશ્કેલ છે. આગામી 12 કલાક બાદ શું સ્થિતિ સર્જાશે તેના પરથી કહી શકાશે કે બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે કે નહિ. પરંતું ગુજરાતમાં સંભવિત ચક્રવાતને લઈ વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. ચક્રવાતને લઈ સતત આઈએમડીના ફોરકાસ્ટ પર નજર રાખવા હવામાન વિભાગને સૂચના અપાઈ છે. તો દરિયા કિનારાના જિલ્લાઓને સતર્ક રહેવા સૂચના અપાઈ છે. દરિયા કિનારાના જિલ્લા કલેક્ટરોને આગમચેતીના પગલા ભરવા સૂચના અપાઈ છે. નીચાણવાળા વિસ્તારો, કાચા મકાનો ધરાવતા લોકોને શિફ્ટિંગ સહિતની બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરી આગમચેતીના પગલા ભરવા સૂચના જારી કરાઈ છે.
હવામાનના લેટેસ્ટ અપડેટ અનુસાર, દક્ષિણપૂર્વી અરબી સમુદ્રમાં ઉદભવ્યું હવાનું હળવું દબાણ ઉભું થયું છે. ચક્રવાત બિપોરજોય ઉત્તર દિશા તરફ આગળ આગળ વધી રહ્યું છે. આજે અને આગામી 24 કલાકમાં આગળ વધી પૂર્વમધ્ય અરબી સમુદ્રમાં ડિપ્રેશનમાં ફેરવાય એવી શક્યતા છે. તેથી માછીમારોને દક્ષિણપૂર્વી અને નજીકના પૂર્વિમધ્ય અરબી સમુદ્રમાં ન જવા ચેતવણી અપાઈ છે. ચક્રવાત હાલ પોરબંદર કિનારેથી દરિયામાં 1160 કિલોમીટર દક્ષિણ તરફ છે. જે તબક્કાવાર ડીપ ડિપ્રેશનમાંથી વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોરમાં પરિવર્તિત થશે.
દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય બન્યું છે. આગામી 12 કલાક બાદ વાવાઝોડું બનવાની સંભાવના છે. દરિયામાં ભારે મોજા આવતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. ગુજરાતના તમામ પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જુનાગઢ જીલ્લાના માંગરોળમાં દરીયા કિનારે 1 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. માંગરોળના દરિયામાં જોરદાર કરંટ અનુભવાયો છે. તેથી એક નંબરનું સિગ્નલ મૂકાયું. તમામ માછીમારોને પોતાની બોટો હોડીઓ બહાર કાઢી લેવા તાત્કાલિક અસરથી સુચના અપાઈ છે. હાલ માંગરોળ પંથકનું વાતાવરણ વાદળછાયું બન્યું છે.
વાવાઝોડામાં ક્યાં ક્યાં વરસાદ પડશે
જોકે, રાજ્યમાં આગામી 3 દિવસ વાતાવરણ સૂકું રહેશે. પરંતુ તેના બાદ આગામી 9 અને 10 જૂન વરસાદની સંભાવના છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા સિસ્ટમના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વરસાદની સંભાવનાં છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં વરસાદની આગાહી કરાઈ છે. તો સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલીમાં વરસાદની સંભાવના છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ તૂટી પડી શકે છે. તો અમદાવાદમાં પણ લોકલ ઓનવેક્ટીવ એક્ટિવિટીની સંભાવના છે.
ઓમાન તરફ જઈ રહ્યું છે વાવાઝોડું
આ પહેલા હવામાન વિભાગે જણાવ્યું હતું કે, અરબ સાગરમાં સર્ક્યુલેશન હવે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ગયું છે. આ વાવઝોડું હવે સતત આગળ વધી રહ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે આ વાવાઝોડું સતત તેની દિશા બદલી રહ્યું છે. પહેલા ગુજરાત, ત્યાર પછી પાકિસ્તાન અને હવે આ વાવાઝોડું ઓમાન તરફ જતું જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રમાં બનેલું આ સાયક્લોનિક સર્ક્યુલેશન હવે લો પ્રેશર પણ બની ગયું છે. વર્તમાન સમયમાં જોવા મળી રહેલી પરિસ્થિતિ મુજબ આ વાવાઝોડું હવે ઓમાન તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. જોકે, આ વાવાઝોડું સતત તેની દિશા બદલી રહ્યું છે.
વાવાઝોડાને કારણે ચોમાસું મોડું આવશે - અંબાલાલ પટેલ
તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ કહ્યું કે, આ વર્ષે ચોમાસુ મોડું 10-11 જૂનથી ભારતમાં અને ગુજરાતમાં 15-16 જૂને આવે તેવી શક્યતા છે. હાલ અરબ સાગરમાં આવનારા વાવાઝોડાના કારણે ચોમાસુ મોડું થયું છે. લક્ષદીપમાં વાવાઝોડું આવવાની શક્યતાથી વાદળનો સમૂહ લો પ્રેશર તરફ ખસી જતા ચોમાસુ મોડું થશે. દક્ષિણ ગોળાર્ધમાંથી હવાના ભારે દબાણને લીધે આવતું વરસાદી વહન વિષુવૃત આવતા ઇન્ટર ટ્રોપિકલ કન્વર્ઝન વિષુવૃત ઉપર હોવી જોઈએ. વિષુવૃત ઉપર સાનુકૂળ હવામાન બાને અને મોસમી પવન ઉદભવે અને આ પવનો ભારતમાં આવતા મેડાગાસ્કર ટાપુ ઉપર થઈને દક્ષિણ પશ્ચિમ કેરલ તરફ વહેવા લાગે ત્યારે ખરું ચોમાસુ કહેવાય. પરંતુ આ વર્ષે આ સિસ્ટમ સાનુકૂળ નથી બની જેના કારણે ચોમાસુ વિલંબ બન્યું. જો કે 5-6-7 જૂને કેરળમાં કેરળમાં વરસાદ થઇ શકે છે. ઉત્તર હિંદ મહાસાગરમાં પણ સ્થિતિ સારી થતા વરસાદ આવી શકે છે એટલે ચોમાસુ એક અઠવાડિયા જેટલું મોડું પડી શકે છે. ગુજરાતમાં વિધિવત ચોમાસુ 22-23-34 થી 8 જુલાઈમાં આવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે