સિદ્ધપુરમાં રોજ યુવતીના શરીરના એક એક અંગ મળે છે : કચરાની ગાડીમાં પગ ફેંકીને લઈ જવાયો
Girl Deadbody found From water pipeline in Siddhpur : પાટણ: સિદ્ધપુરની ગટરમાંથી વધુ એકવાર મળ્યા માનવઅંગ... ગત રોજ મળી આવ્યા હતા માનવ અવશેષો... માનવઅંગને કચરાની ગાડીમાં નાખીને મોકલવાનો વીડિયો વાયરલ
Patan News પ્રેમલ ત્રિવેદી/પાટણ : સિદ્ધપુર શહેરમાં પાણીની પાઇપલાઈનમાં માનવ અવશેષો મળવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. ગઈ કાલે શહેરમાં આવેલ ડોશીની પોળ વિસ્તારમાં પાલીપ લાઈન સાફ કરવા માટે પાણીનો ફોર્સ મારતા માનવ અવશેષ મળી આવ્યો હતો. પણ આ માનવ અવશેષને પાલિકાની કચરા ગાડી માં મૂકી લઇ જવાનો વીડિયો સામે આવતા ભારે હડકંપ મચવા પામી છે. માનવ અવશેષનો મલાજો પણ ન જળવાયો, જેને લઇ ભારે ચર્ચા થવા પામી છે.
સિદ્ધપુરમાં મૃતદેહના વધુ અવશેષ મળવાની શક્યતાના પગલે પાલિકાએ ફોર્સથી પાણી છોડતા જ પગ મળી આવ્યો હતો. કચરાની ગાડીમાં પગ ફેંકીને લઈ જવાયો હતો. આવામાં પાલિકાનો ઊડીને આંખે વળગે એવો અમાનવીય અભિગમ જોવા મળ્યો. ત્યારે ઝી 24 કલાકની ટીમ દ્વારા સિદ્ધપુર પાલિકાના ચીફ ઓફિસર સંજય પટેલનો સંપર્ક કરી તેમને આ મામલે પૂછતાં તેમને જણાવ્યું હતું કે, થોડા દિવસ અગાઉ જયારે પાણીની પાઇપ લાઈનમાંથી માનવ અવશેષ મળ્યા હતા, ત્યારે પાલિકાની સરકારી ગાડીનો અમે ઉપયોગ કર્યો હતો. તેમાં જ સન્માન સાથે આ અવશેષો સરકારી હોસ્પિટલ ખાતે પહોંચતા કર્યા હતા. ગઈ કાલે જે સાધનનો ઉપયોગ કર્યો છે તે પાલિકાનું વણ વપરાયેલ સાધન હતું અને તેમાં જાળી પણ પથરવામાં આવી હતી અને પાવડરથી કોટિંગ પણ કરવામાં આવ્યું હતું. સન્માન સાથે માનવ અવશેષ સિદ્ધપુર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલવામાં આવ્યા હતા.
એશિયાના ફેમસ ઊંઝા માર્કેટયાર્ડ પર મોટું સંકટ, મુશ્કેલીમાં મૂકાયા વેપારીઓ
તો નાના વાહન લઇ જવાનુ કારણ એ છે કે આ વિસ્તારમાં ગલીઓ નાની છે અને પાઇપ લાઈન ઠેર ઠેર ખોદ મ કરવામાં આવ્યું છે. જ્યાં મોટુ વાહન જઈ શકે તેમ ન હતું, માટે નાના વાહન જઈ શકે તેમ ન હોઈ નાના વાહન ૉની વ્યવસ્થા કરાઈ હતી.
આ મામલે પાલિકાના પ્રમુખ કૃપાબેન આચાર્યને પૂછતાં તેમને જણાવ્યું હતું કે પાણીની પાઇપ લાઈનની સફાઈ માટેની કામગીરીને લઇ ઠેર ઠેર ખાડા કરવામાં આવ્યા છે, જેને લઇ મોટુ વાહન જાય તેમ ન હતું અને જે સાધનનો ઉપયોગ કર્યો છે તે સાધનનો પાલિકામાં કોઈક વાર દવા છંટકાવ કરવામાં આવ્યો હશે, પણ આ સાધનનો કચરા માં તો બિલકુલ ઉપયોગ થયો નથી. પહેલેથી જ આ ગાડી દવા છંટકાવ કરી તૈયાર રાખી હતી, જેથી માનવ અવશેષ ઝડપી સિવિલ ખાતે પહોંચાડી શકીયે.
સરકાર બુલેટ ટ્રેન દોડાવવાની વાતો કરે છે, ને ગુજરાતના આ ગામને પહેલીવાર મળી બસ સુવિધા
સિદ્ધપુર શહેરમાંથી છેલ્લા બે દિવસથી પાણીની પાઇપ લાઈનમાંથી માનવ અવશેષો મળી રહ્યા છે, જેને લઇ આખા ગામમાં ભયનો માહોલ જીવા મળી રહ્યો છે અને આ અવશેષો કોના તે અંગે પણ પ્રશ્નાર્થ રહેવા પામ્યું છે. પોલીસ વિભાગ દ્વારા તપાસ નો ધમ ધમાટ શરુ કર્યો છે.