Patan News પાટણ : સિદ્ધપુર શહેરમાં પાણીની પાઇપલાઈનમાં માનવ અવશેષો મળવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. ગઈ કાલે શહેરમાં આવેલ ડોશીની પોળ વિસ્તારમાં પાલીપ લાઈન સાફ કરવા માટે પાણીનો ફોર્સ મારતા માનવ અવશેષ મળી આવ્યો હતો. ત્યારે હવે યુવતીના અંગોનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. આ મામલે પાટણ પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે, યુવતીના શરીર પર કોઈ જ પ્રકારની ઈજાના નિશાન નથી. ટાંકીમાંથી જ અંગો અલગ અલગ પાઇપમાં ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિદ્ધપુરમાં પાણીની પાઇપ લાઈનમાંથી માનવ અવશેષો મળવાનો મામલે પાટણ એસપી  વિશાખા ડબરાલે પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી. તેમણે જણાવ્યું કે, પોલીસની તપાસમાં અવશેષો યુવતીના હોવાનું સામે આવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ આવી ગયો છે. પીએમ રિપોર્ટ મુજબ યુવતીના અવશેષો હોવાનું સામે આવ્યું છે. જોકે, શરીરના અંગો પર કોઈ ઇજાના નિશાન ન હોવાનું રિપોર્ટનું કહેવુ છે. પીએમ રિપોર્ટ મુજબ હત્યાંના કોઈ પુરાવા મળ્યા નથી. આ યુવતી 21 થી 40 વર્ષની વયની વચ્ચેની છે. 


અમીરો ગરીબોના હકનું ખાઈ ગયા, રાઈટ ટુ એજ્યુકેશન એડમિશનમાં કરાયું મોટું કૌભાંડ


સાથે જ તેમણે કહ્યું કે, યુવતીની  લાશ પાણીના ટાંકામાં રહેતા ડીકમ્પોઝ થઈ ગઈ હતી. પાણીની પાઇપલાઈનમાં લાશ અથડાતા શરીરના ટુકડા થયાં હોવાનું પીએમ રિપોર્ટમાં ખૂલ્યું છે. પાઇપમાં વારંવાર અથડાવાથી ચામડી અને માંસના લોચા નીકળી ગયા હતા. તો બીજી તરફ, આ માનવ અવષેશો અને ગુમ યુવતીના કેટલાક પુરાવા મળતા આવે છે. માનવ અવષેશો ગુમ યુવતીના હોવાનું અનુમાન છે. ગુમ યુવતીના માતા પિતાના DNA રીપોર્ટ આવ્યા બધા સમગ્ર ઘટના રહસ્ય ખુલશે. DNA રિપોર્ટ 72 કલાક બાદ આવે થી સમગ્ર ઘટના પર થી પડદો ઉંચકાશે. માનવ અવશેષો સાથે મળેલ દુપટ્ટો ગુમ થનાર યુવતીના હોવાનો પરિવારે સ્વીકાર કર્યો છે.  7મેના રોજ ગુમ થયેલી લવિના નામની યુવતીનો દુપટ્ટો પણ ટાંકામાંથી મળ્યો છે. સાથે જ પાણીની ટાંકી તરફ જતી યુવતી સીસીટીવીમાં જોવા મળી હતી. આ ગુમ થનાર યુવતી અંગે પોલીસ તપાસ ચાલુ છે. 


ગુજરાતમાં બિઝનેસ કરવાનો નવો રસ્તો ખૂલ્યો, બનાસ ડેરીએ શરૂ કરી મધ ટેસ્ટિંગ લેબોરેટરી


પોલીસે જણાવ્યું કે, આજુબાજુના તથા લવિનાના ઘરેથી માંડીને ટાંકા સુધીના તમામ રસ્તાઓના સીસીટીવી તપાસવાની કામગીરી ચાલુ છે. ગુમ થનાર લવિનાના મોબાઇલના ડેટા, કોલ રેકોર્ડિંગ અને તેના સોશિયલ મીડિયાની ડીટેઇલ કઢાવીને તપાસ હાથ ધરવામાં આવી છે.


ગઈકાલે પગ મળ્યો હતો
સિદ્ધપુરમાં મૃતદેહના વધુ અવશેષ મળવાની શક્યતાના પગલે પાલિકાએ ફોર્સથી પાણી છોડતા જ પગ મળી આવ્યો હતો. કચરાની ગાડીમાં પગ ફેંકીને લઈ જવાયો હતો. આવામાં પાલિકાનો ઊડીને આંખે વળગે એવો અમાનવીય અભિગમ જોવા મળ્યો. ત્યારે ઝી 24 કલાકની ટીમ દ્વારા સિદ્ધપુર પાલિકાના ચીફ ઓફિસર સંજય પટેલનો સંપર્ક કરી તેમને આ મામલે પૂછતાં તેમને જણાવ્યું હતું કે, થોડા દિવસ અગાઉ જયારે પાણીની પાઇપ લાઈનમાંથી માનવ અવશેષ મળ્યા હતા, ત્યારે પાલિકાની સરકારી ગાડીનો અમે ઉપયોગ કર્યો હતો.  તેમાં જ સન્માન સાથે આ અવશેષો સરકારી હોસ્પિટલ ખાતે પહોંચતા કર્યા હતા. ગઈ કાલે જે સાધનનો ઉપયોગ કર્યો છે તે પાલિકાનું વણ વપરાયેલ સાધન હતું અને તેમાં જાળી પણ પથરવામાં આવી હતી અને પાવડરથી કોટિંગ પણ કરવામાં આવ્યું હતું. સન્માન સાથે માનવ અવશેષ સિદ્ધપુર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલવામાં આવ્યા હતા. 


ઓનલાઇન કામવાળી શોધનારા માટે લાલબત્તી સમાન કિસ્સો, બે દિવસમાં લાખો લઈને રફુચક્કર થઈ