પાટણની કેનાલમાં સામુહિક મોતની છલાંગ, બાળકી અને માતાને સાથે બાંધીને કેનાલમાં કૂદી મહિલા, ત્રણેયની લાશો મળી આવી
દિનપ્રતિદિન આપઘાતની ઘટનાઓ વધતી જાય છે. આવો જ એક કિસ્સો પાટણ જિલ્લામાં સામે આવ્યો છે. જેમાં પાટણના ચાણસ્મા નજીક રામગઢ કેનાલમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે.
ઝી બ્યૂરો, પાટણઃ દિનપ્રતિદિન આપઘાતની ઘટનાઓ વધતી જાય છે. આવો જ એક કિસ્સો પાટણ જિલ્લામાં સામે આવ્યો છે. જેમાં પાટણના ચાણસ્મા નજીક રામગઢ કેનાલમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ગુરૂવારે બપોરના સમયે ભુલાપુરા ગામની એક મહિલાએ પોતાની બે વર્ષની બાળકી અને માતાને પોતાની સાથે બાંધીને રામગઢ કેનાલમાં મોતની છલાંગ લગાવી દીધી.
સ્થાનિક તરવૈયા દ્વારા દિવસ ભર શોઘખોળ કરતા આજે કેનાલમાંથી ત્રણેયની લાશ મળી આવી હતી. સ્થળ પરથી એક્ટિવા તેમજ અન્ય પુરાવા મળતા શોઘખોળ હાથ ધરાઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે આ ઘટના અંગે જાણ થતાં મૃતક મહિલાના પતિ પણ કેનાલ પાસે પહોંચ્યા હતાં. પતિએ ભાવુક થઇને કહ્યું હતું કે મને ખબર નથી કે તેણે આમ શા માટે કર્યું. ઘરમાં તેને કોઇ તકલીફ ન હતી.
બે કાંઠે વહેતી વિશાળ કેનાલમાં પાણીનો પ્રવાહ ચાલુ હોવાથી આ મહિલાઓના કેનાલમાં ઝંપલાવ્યા બાદ લોકો દોડી આવ્યા હતા. જેમાંથી કેટલા લોકોને તરતા આવડતું હોવાથી કેનાલમાં શોધખોળ શરૂ કરી હતી. પરંતુ પાણીનો પ્રવાહ વહેતા સાંજ સુધી કોઈની ભાળ મળી નહોંતી. આવ્યા ન હતાં. ગુરુવારે તપાસ દરમ્યાન કેનાલમાંથી કોઈપણ તરવૈયા કે પોલીસ જવાનોને કંઈપણ હાથ લાગ્યું નહોતું. જોકે, આજે શોધ ખોળ દરમિયાન બે વર્ષની બાળકી, એક વૃદ્ધા સહિત ત્રણ લોકોની લાશ મળી આવી હતી.
બોલીવુડની આ અભિનેત્રીએ પિતાને જ માની લીધાં હતા પોતાના બોયફ્રેંડ! પર્સનલ લાઈફની એવી વાત સામે આવી કે શું કહેવું...
ચાણસ્મા પોલીસ મથકના PSI આર.વી. પટેલે જણાવ્યું હતું કે, ઘટનાથી જાણ થતાં જ અમે આવી પહોંચ્યા હતા. અહીં ભુલપુરા ગામની એક મહિલા તેની બે વર્ષની પુત્રી અને પોતાની માતાને પોતાના સાથે બાંધીને કેનાલમાં કૂદી હોવાની વિગતો મળી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક મહિલાના પતિ બાબુલાલ પટેલે જણાવ્યું હતું કે બપોરે ખાઈ પરવારીને ગરમીના કારણે ઘરમાં આરામ કરી રહ્યા હતા અને અચાનક દોઢથી પોણા બેના ગાળામાં મારા ફોન ઉપર ફોન આવેલ કે તમારા ઘરના કેનાલમાં પડ્યા છે. તરત જ હું અને મારો પરિવાર ઘટનાસ્થળે આવ્યા હતા. કોઈ દિવસ અમારા ઘરમાં મારી પુત્રી કે મારી પત્નીને કોઇ પ્રકારની તકલીફ હતી નહીં. કયા કારણોસર આવું પગલું ભર્યું છે તે હજુ મને પણ સમજાતું નથી તેમ કહીને પોતે ભાવુક બની ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube