પાટણ : ચાણસ્મા ડેપોમાંથી વડાવલી જવા એસ ટી બસમાં બેસવા જતાં મહિલાના પર્સને સિફત પૂર્વક બ્લેડથી ચેકો મારી સોનાના  દાગીના કોઇ અજાણ્યા ઈસમે ચોરી કરી પલાયન થઇ ગયો હોવાની ધટનાને પગલે ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ચાણસ્મા પોલીસે બસ સ્ટેન્ડમાં લાગેલ સીસી ટીવી તપાસ કરતા તેમાં શંકાસ્પદ યુવતી જોવા મળતા અને તપાસ કરી યુવતીને પોલીસ મથકે લાવી પૂછપરછ કરતા સમગ્ર ગુનાનો ભેદ ઉકેલવા પામ્યો હતો. સોનાના દાગીનાનો મુદ્દામાલ પણ પોલીસે કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોક્યો ઓલિમ્પિકમાં અમદાવાદી ગર્લ કરશે ભારતનું પ્રતિનિધિત્વ, માના પટેલ લીધો વેક્સીનનો બીજો ડોઝ
 
ચાણસ્મા એસ ટી ડેપો ખાતેથી વડાવલી જવા ચાણસ્મા તાલુકાના કંબોઈ ગામે રહેતા પૂજા બા સોલંકી એસ ટી બસમાં બેસવા જતાં હતાં, ત્યારે કોઈ અજાણ્યા ઈસમે તેઓની નજર ચુકવી મહિલાના પર્સમાંથી રૂ.3.15 લાખની કિંમતના સોના ચાંદીનાં દાગીના સિફતપૂર્વક ચોરી કરી ફરાર થઇ ગયો હતો. જે બાબતની પુજા બાને જાણ થતાં તેઓએ દાગીના ચોરી જનાર અજાણ્યા ઇસમની પરિવારજનો સાથે તપાસ હાથ ધરી હતી, પરંતુ કોઈ જગ્યાએ તેનો પત્તો ન લાગતા આખરે તેઓ દ્વારા ચાણસ્મા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.


VADODARA: 1 રૂપિયાનાં ખર્ચે આ લૂંટારૂઓ કરતા લાખો રૂપિયાની લૂંટ, વાંચીને આશ્ચર્યથી આંખો થઇ જશે પહોળી


પોલીસે ગુનો નોંધી ચોર ઈસમોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી બસ સ્ટેન્ડમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેંળવી શંકાસ્પદ ઈસમોની પૂછપરછ કરતા યુવતી દ્વારા આ દાગીનાની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. આ યુવતી કાતરા ગામની હોવાની બાતમી મળતા પોલીસે ગણતરીના કલાકોમાં ચાણસ્માના કાતરા ગામની હાલ રહે. મોઢેરા ખાતેની યુવતી  જશોદાબેન બાબુભાઈ દેવીપૂજકને ચોરીનાં તમામ મુદ્દામાલ કિંમત રૂપિયા 3.15 લાખ સાથે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.


જમીન પચાવવાની સૌથી વધુ ફરિયાદ અમદાવાદમાં, સૌથી ઓછી ડાંગમાં


ચોરીમાં પકડેલ યુવતીની પૂછપરછ કરતા તેને ચોરી કરી હોવાની કબૂલાત પણ કરી હતી. હવે આ ગુનાહિત પ્રવૃત્તિ બીજી કોઈ  જગ્યા પર કરી છે કે કેમ તેની પૂછ પરછ પોલીસે શરૂ કરી છે સાથે આ યુવતી સાથે બીજા કોઈ ઈસમો સંકળાયેલા છે કે કેમ તે તરફ તપાસ હાથ ધરી છે. શહેર ના જાહેર સ્થળો કે બસ સ્ટેન્ડમાં જ્યાં વધુ ભીડ ભાડ વાળો વિસ્તાર હોય તે સ્થળે આ પ્રકારની નજર ચૂકવી લૂંટ કે ચોરી ની ઘટનાને અંજામ ચોર ઈસમો આપતા હોય છે, માટે આવા પ્રકારની ભીડ વાળા વિસ્તારમાં સતર્કતા રાખવી ખુબજ જરૂરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube