ACBની રેડમાં પાટડીના ડે.કલેક્ટર અને નાયબ મામલતદાર 2.73 લાખની લાંચ લેતા ઝડપાયા
રાજ્યમાં આજે એક જ દિવસમાં ત્રણ સરકારી અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા છે.
સુરેન્દ્રનગરઃ અમદાવાદ એસીબીની ટ્રેપમાં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં ક્લાસ-1 અધિકારી અને ક્લાસ-2 અધિકારી લાંચ લેતા ઝડપાઇ ગયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર સુનિલ વસાવા અને નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા છે. બંન્ને અધિકારીઓએ ફરિયાદી પાસે જમીનની બાબતમાં રૂપિયા 2.73 લાખની લાંચ માગી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર પાટડી પ્રાંત કચેરી ખાતે નાયબ મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર રૂ. 2.73 લાખની લાંચ લેતા અમદાવાદ એસીબીની ટ્રેપમાં ઝડપાયા હતા. બંન્ને અધિકારીઓએ જમીનના કામ બાબતે લાંચ માંગી હતી. ત્યારે ફરિયાદી વ્યક્તિએ અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો હતો. માહિતીના આધારે અમદાવાદ એસીબીએ મંગળવારે ટ્રેપ ગોઠવી હતી. જેમાં બંન્ને અધિકારીઓ લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા.