સ્માર્ટ સિટી વડોદરામાં ફાયર બ્રિગેડની દયનીય હાલત! 16 સામે માત્ર 6 ફાયર સ્ટેશન અને 30 ટકા જ સ્ટાફ
Vadodara News: વડોદરા શહેરમાં દિવસે દિવસે વસ્તી વધી રહી છે. સાથે જ શહેરમાં ગામડાઓનો સમાવેશ થતાં વ્યાપ પણ વધ્યો છે. ત્યારે વડોદરા કોર્પોરેશન તંત્ર પોતાની સૂઝબૂઝનો વ્યાપ નથી વધારી રહ્યું તેમ લાગે છે. વડોદરામાં ફાયર બ્રિગેડની હાલત દયનીય છે.
રવિ અગ્રવાલ/વડોદરા: સ્માર્ટ સિટી વડોદરામાં ફાયર બ્રિગેડની દયનીય હાલત છે. વડોદરા શહેરની ફરતે મોટા ઔદ્યોગિક ઝોન અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ આવેલી હોવા છતાં વડોદરા ફાયર બ્રિગેડમાં 70 ટકા સ્ટાફની ઘટ છે. ફાયર બ્રિગેડની કેવી છે બદતર હાલત?
મોદીનો ફફડાટ! ઓસ્ટ્રેલિયાથી આવતાંની સાથે ગુજરાત પહોંચ્યા વિદેશમંત્રી, આ કારણે 2 દિવસ
વડોદરા શહેરમાં દિવસે દિવસે વસ્તી વધી રહી છે. સાથે જ શહેરમાં ગામડાઓનો સમાવેશ થતાં વ્યાપ પણ વધ્યો છે. ત્યારે વડોદરા કોર્પોરેશન તંત્ર પોતાની સૂઝબૂઝનો વ્યાપ નથી વધારી રહ્યું તેમ લાગે છે. વડોદરામાં ફાયર બ્રિગેડની હાલત દયનીય છે. શહેરમાં હાલમાં 16 ફાયર સ્ટેશન હોવા જોઈએ તેના બદલે માત્ર 6 ફાયર સ્ટેશન કાર્યરત છે. તેમાં પણ દાંડિયા બજાર ફાયર સ્ટેશન તો કન્ટેનર અને પતરાના શેડમાં ચાલે છે. જ્યારે 900 સ્ટાફની સામે માત્ર 269 સ્ટાફ જ ફરજ બજાવી રહ્યા છે.
ગુજરાતી ખેડૂતોએ 1600 કરોડ પાછા આપવા પાડશે: 4.52 લાખ ખેડૂતોનું બન્યું છે લિસ્ટ
એટલે કે 30 ટકા સ્ટાફથી ફાયર બ્રિગેડ કામ કરી રહ્યું છે. ફાયર બ્રિગેડમાં 70 ટકા સ્ટાફની ઘટ છે. છતાં પાલિકા તંત્ર ફાયર બ્રિગેડ સક્ષમ હોવાના બણગા ફૂંકે છે. વડોદરા કોર્પોરેશન સંચાલીત ફાયર બ્રિગેડના જવાનોને શહેર ઉપરાંત જિલ્લામાં પણ આગ બુઝાવવાની કામગીરી કરવી પડે છે. જેને લઈ કામનું ભારણ ખૂબ વધુ છે. તેમ છતાં કરોડો રૂપિયાનો આડેધડ ખર્ચ કરતા સ્માર્ટ શાસકો અધિકારીઓ ફાયર બ્રિગેડને સક્ષમ બનાવવા તૈયાર નથી.
શું છે ફાયર સ્ટેશનના નિયમો અને કેવી છે હાલત...તેના પર વાત કરીએ તો..
- 1. 50,000 અથવા 5 કિલોમીટર વિસ્તારએ 1 ફાયર સ્ટેશન હોવું જોઈએ
- 2. વડોદરામાં 16 ફાયર સ્ટેશનના બદલે માત્ર 6 ફાયર સ્ટેશન છે કાર્યરત
- 3. 900 સ્ટાફની સામે 269 સ્ટાફ જ છે, 30 ટકા સ્ટાફ હાલમાં છે, 70 ટકાની છે ઘટ
- 4. ફાયર ફાઈટરના વાહનોમાં પણ છે 50 ટકા ઘટ, હાલમાં 104 વાહનો છે. બીજા 104ની જરૂર છે
- 5. બદામડી બાગ અને ભાયલી વિસ્તારમાં બે ફાયર સ્ટેશન બની રહ્યા છે. બીજા 2 ફાયર સ્ટેશન બનાવવા માટે પ્રક્રિયા ચાલુ છે
શું તમે પણ રાત્રે દૂધ અને રોટલી ખાઓ છો? તો જાણી લેજો તેના ફાયદા અને નુકસાન
વડોદરામાં ફાયર બ્રિગેડની દયનીય હાલત મામલે પાલિકાના વિપક્ષ નેતા અમીબેન રાવતે શાસકો પર પ્રહાર કર્યા છે. અમીબેન રાવતે કહ્યું કે વડોદરા કેમિકલ ઇન્ડસ્ટ્રીઝથી ઘેરાયેલું છે. ત્યારે ભોપાલ કરતાં પણ મોટી દુઘર્ટના વડોદરામાં સર્જાઈ શકે છે. કોર્પોરેશને શહેરની વધતી વસ્તી અને વ્યાપને ધ્યાને લઈ વહેલીતકે ફાયર બ્રિગેડમાં કર્મચારીઓની ભરતી કરવી જોઈએ. તેમજ નવા ફાયર સ્ટેશન બનાવવા જોઈએ. જ્યારે વડોદરાના નાગરિકો પણ ફાયર બ્રિગેડમાં ભરતી કરવા અને ફાયર સ્ટેશન બનાવવા માંગ કરી રહ્યા છે.
રોહિત શર્માએ અમદાવાદમાં GT ને હરાવવા ઘડયો આ ચક્રવ્યૂહ : મુંબઈ ઉતારશે ટ્રમ્પ કાર્ડ!
મહત્વની વાત છે કે વડોદરાનો સ્માર્ટ સિટીમાં સમાવેશ થયો છે. છતાં પાલિકા તંત્ર ફાયર બ્રિગેડ પ્રત્યે ગંભીર નથી. વડોદરામાં કોઈ મોટી દુર્ઘટના ઘટે અને ફાયર બ્રિગેડમાં પૂરતો સ્ટાફ અને સાધનો નહિ હોવાથી લોકોના જાનમાલને નુકશાન થાય તો જવાબદાર કોણ તે સવાલ ઉઠવા પામી રહ્યો છે.