PM Kisan Scheme: ગુજરાતી ખેડૂતોએ 1600 કરોડ પાછા આપવા પાડશે: તમે તો નથી લીધા ને, 4.52 લાખ ખેડૂતોનું બન્યું છે લિસ્ટ

PM Kisan Gujarat Scheme: ગુજરાતમાં 452 લાખ ખેડૂતોએ અંદાજિત 16,272,000,000 ખોટી રીતે મેળવી લીધા હોવાનું સાબિત થયું છે. સમગ્ર રાજ્યમાં 4 લાખ 52 હજાર ખેડૂતો ખરા લાભાર્થી ન હોવા છતાં સહાયની રકમ મેળવી લીધી હોવાની વાત સામે આવી છે.

PM Kisan Scheme: ગુજરાતી ખેડૂતોએ 1600 કરોડ પાછા આપવા પાડશે: તમે તો નથી લીધા ને, 4.52 લાખ ખેડૂતોનું બન્યું છે લિસ્ટ

ઝી બ્યુરો/ગાંધીનગર: પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનામાં મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો ખોટો લાભ મેળવતા ખેડૂતો સામે કાર્યવાહી થશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો ખોટો લાભ મેળવતા ખેડૂતોની સંખ્યા ચાર લાખ જેટલી હોવાનું સામે આવ્યું છે. પાત્રતા ન ધરાવતા લોકો કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવતા હોવાનું ખુલ્યું છે. 

ગુજરાતમાં 452 લાખ ખેડૂતોએ અંદાજિત 16,272,000,000 ખોટી રીતે મેળવી લીધા હોવાનું સાબિત થયું છે. સમગ્ર રાજ્યમાં 4 લાખ 52 હજાર ખેડૂતો ખરા લાભાર્થી ન હોવા છતાં સહાયની રકમ મેળવી લીધી હોવાની વાત સામે આવી છે. ખોટી રીતે મેળવેલી સહાયની રકમ સરકારને પાછી આપવી પડશે. ગુજરાતમાં 4.52 લાખ ખેડૂતોએ અંદાજિત રૂ. 1600 કરોડ ખોટી રીતે મેળવી લીધા હોવાનું સાબિત થયું છે.

રોહિત શર્માએ અમદાવાદમાં GT ને હરાવવા ઘડયો આ ચક્રવ્યૂહ : મુંબઈ ઉતારશે ટ્રમ્પ કાર્ડ!
 
ગુજરાતમાં જમીન ધારક્તા અંગેની ચકાસણી કરતાં 4 લાખ 52 હજાર ખોટા લાભાર્થી સામે આવ્યા છે. વર્ષ 2019થી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર ખેડૂતને મદદરૂપ થવાના આશયથી દર 4 મહિને બેંક એકાઉન્ટમાં રૂ. 2 હજાર જમાં કરે છે. વર્ષ 2019માં શરૂ થયેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ગુજરાતમાં કુલ 58 લાખ ખેડૂતો નોંધાયા હતા. નોંધાયેલા ખેડૂતોની પાત્રતા ચકાસતા 53.48 લાખ ખેડૂતો સાચા લાભાર્થી તો તેની સામે 4 લાખ 52 હજાર ખોટા લાભાર્થી સામે આવ્યાં છે.

લેન્ડ સીડિંગ અને E - KYCની ચકાસણીમાં અનેક બાબતો સામે આવી છે. એટલું જ નહીં, મૃત્યુ પામેલા ખેડૂતોના નામે પણ સહાય મેળવતી હોવાનું સામે આવ્યું છે. જમીન વેચી દીધા બાદ પણ સહાય મેળવતા લાભાર્થી સામે આવ્યા છે. 7/12 માંથી નામ કમી થઈ ગયા બાદ પણ સહાય મેળવતા ખેડૂતો ધ્યાને આવ્યા છે. સમૃદ્ધ હોવા છતાં અને ઈન્કટેકસ ભરતા હોવા છતાં પણ કિસાન સન્માન નિધિ મેળવનારા ખેડૂતો સામે કડક કાર્યવાહી હાથ ધરાશે એટલે કે હવે સમગ્ર સત્ય સામે આવતા ખોટી રીતે ચૂકવાયેલી સહાય સરકાર પરત આપવી પડશે.

સમગ્ર ઘટનાને કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, કિસાન સન્માન નિધિના માન્ય વડાપ્રધાન સીધા ખેડૂકોમાં ખાતામાં રૂપિયા નાંખતા હોય છે. ખોટી રીતે કોઈએ રૂપિયા મળવવા હશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી થશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news