બ્રિજેશ દોશી, અમદાવાદ: બિન અનામત આયોગ-નિગમ તથા સમાજના પ્રવર્તમાન પ્રશ્નો સહિત મુખ્ય 25 મુદ્દાઓ સાથે 15 જુન 2022ને બુધવારના રોજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન- વિશ્વઉમિયાધામ, જાસપુર અમદાવાદ ખાતે પાટીદાર સમાજની મુખ્ય સંસ્થાઓના અગ્રણીઓની મિટિંગ મળી હતી. આ મિટિંગમાં પાટીદાર અગ્રણીઓની થયેલી ચર્ચા અને પાટીદાર ઓર્ગેનાઈઝેશન કોર્ડિનેશન કમિટીના કન્વીનર આર.પી. પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની રૂબરૂ મુલાકાત માટે લખેલા પત્ર સંદર્ભે આજે 20/07/22, બુધવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નિવાસસ્થાને સવારે 10 વાગ્યે એક મિટિંગ મળવાની છે. જેમાં પાટીદાર સમાજની મુખ્ય સંસ્થાઓના પ્રમુખ/મંત્રી તથા મુખ્ય ટ્રસ્ટીઓ હાજર રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી સાથે મિટિંગના મહત્વના મુદ્દાઓ
1) બિન અનામત આયોગ અને નિગમમાં સવર્ણ સમાજને થઈ રહેલા અન્યાય અંગે ચર્ચા થશે
2) બિન અનામત આયોગ અને નિગમની  હાલની 500 કરોડની ગ્રાન્ટ વધારવા બાબત
3) સવર્ણ સમાજના વિદ્યાર્થીઓને મળતી વિદેશ લોનની રકમ વધારીને 25 લાખ કરવા બાબત
4) બિન અનમાત આયોગ અને નિગમને શિક્ષણ વિભાગમાં સમાવેશ કરવા બાબત
5) બિન અનામત નિગમની તમામ સહાયમાં સહાયની રકમ 30,000 કરવા બાબત


મુખ્યમંત્રી સાથેની મિટિંગના હાજર રહેનાર સંસ્થાઓ
1) વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, જાસપુર, અમદાવાદ
2) સમસ્ત પાટીદાર સમાજ, સુરત
3) ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ, સિદસર
4)  ખોડલધામ ટ્રસ્ટ, કાગવડ
5) અન્નપુર્ણાધામ, અડાલજ, ગાંધીનગર
6) ઉમિયા માતાજી સંસ્થાન, ઉંઝા 
7) ધરતી વિકાસ મંડળ, નારણપુરા, અમદાવાદ