Mehsana News : ડિસેમ્બર 2022 માં ડોમિનિકાથી અમેરિકા જવા નીકળેલા મેહસાણા જિલ્લાના ચાર લોકો સહિત કુલ 9 લોકો ગુમ છે. ત્યારે આ કેસમાં મહેસાણા એસઓજી અને સીઆઈડી ક્રાઈમ એક્ટિવ બન્યું છે. હજી આ યુવકોના કોઈ સમાચાર નથી. પરંતુ હવે મોટી માહિતી સામે આવી છે કે, ગત વર્ષે કેનેડા અમેરિકા બોર્ડર પર માર્યા ગયેલા ડિંગુચાના પરિવારનો સદસ્ય જ માનવ તસ્કર નીકળ્યો છે. અમેરિકા જવાના ચક્કરમાં મહેસાણાના ડિંગુચાનો પરિવાર બે સંતાનો સાથે યુએસ કેનેડાની બોર્ડર પર માઈનસ 33 ડિગ્રી તાપમાનમાં ફસાઈને મોતને ભેટ્યો હતો. ત્યારે ડિંગુચાના આ જગદીશ પટેલના ભાઈ મહેન્દ્ર પટેલ જ માનવ તસ્કરીનો મુખ્ય સૂત્રધાર માનવામાં આવે છે. જેની સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે. પોલીસને શંકા છે કે, આ ઘટના બાદ મહેન્દ્ર વિદેશી એજન્ટોની મદદથી દેશ છોડીને ભાગી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુલાઈ, 2023 માં ગજુરાતથી અમેરિકા જવા રવાના થયેલા 9 યુવકોના લાપતાના સમાચાર મળ્યા બાદ મહેસાણા, સાંબરકાંઠા પોલીસ ગુજરાતમાં ચાલી રહેલા માનવ તસ્કરીના રેકેટમાં તપાસ કરી રહી છે. સાંબરકાંઠા પોલીસનું માનવું છે કે, ડિંગુચાના જગદીશ પટેલ, તેમની પત્ની તથા બે સંતાનોની 2023 માં અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરીની પાછળ જગદીશ પટેલના ભાઈ મહેન્દ્ર પટેલ તથા બે વિદેશી એજન્ટનો હાથ છે. આ ઘટના બાદથી તપાસ એજન્સીઓ મહેન્દ્ર પટેલની શોધી રહી છે. અમેરિકા-કેનેડા સીમા પર જગદીશ પટેલના પરિવારનો પરિવાર અકસ્માતે મોતને ભેટ્યો હતો. તેના બાદ પણ મહેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના 9 લોકોને અમેરિકામાં ઘૂસવા માટે મદદ કરી. પરંતું તેઓ અધવચ્ચે જ ફસાઈ ગયા છે, અને હવે લાપતા છે. 


ગુજરાતમાં વરસાદના છઠ્ઠા રાઉન્ડની આગાહી, તેની એન્ટ્રી પણ ખતરનાક હશે


પોલીસને આશંકા છે કે, આ લોકોના પરિવારજનોએ જ મહેન્દ્ર પટેલ પર દબાણ બનાવ્યું છે, તેથી તે ખુદ વિદેશી એજન્ટની મદદથી સમુદ્રી માર્ગથી વિદેશ ભાગી ગયો છે. તેના અમેરિકામાં ઘૂસણખોરી કરવા અથવા કેરેબિયન દેશોમાં જવાની આશંકા છે. હાલ ઉત્તર ગુજરાતના ગાયબ 9 લોકોના કોઈ સમાચાર નથી. તેઓ આફ્રિકન દેશ ડોમિનિકામાં ફસાયેલા હોવાનું કહેવાય છે. પંરતુ સ્થાનિક પોલીસ પાસે તેના કોઈ અપડેટ નથી. લાપતા લોકોમાં સામેલ ભરત રબારીની પત્ની ચેતના રબારીએ જુલાઈ 2023 માં પ્રાંતીજ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ દાખલ કરી હતી. 


સુરત એરપોર્ટ પર મોટી દુર્ઘટના, વિમાનનું ટાયર ફાટ્યું, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા


એજન્ટ મહેન્દ્ર પટેલ ઉર્ફે એમડી ભૂગર્ભમાં ઉતરી ગયો 
અમેરિકા જવા નીકળેલા 9 વ્યક્તિ ગુમ થયા મામલે વધુ એક એજન્ટની ધરપકડ કરી છે. આ કેસમાં એજન્ટ શૈલેષ જયંતીભાઈ પટેલની ધરપકડ કરી છે. જ્યારે અમદાવાદનો મુખ્ય એજન્ટ મહેન્દ્ર પટેલ ઉર્ફે એમડી ભૂગર્ભમાં ઉતરી ગયો છે. રિમાન્ડ પર રહેલા દિવ્યેશ પટેલ ઉર્ફે જોનીએ પોલીસને તમામ 9 લોકો ફ્રાન્સ પકડાઈ ગયા હોવાની વાત કરી રહ્યો છે. 9 ગુજરાતી યુવકો ફ્રાન્સની સેન્ટ માર્ટિસ જેલમાં બંધ હોવાની વાત દિવ્યેશ પટેલે કરી છે. ત્યારે મહેસાણા એસઓજી દ્વારા સીઆઇડી ક્રાઇમ મારફતે ફ્રાન્સ એમ્બેસીને રિપોર્ટ કર્યો હતો. સેન્ટ માર્ટિસ જેલ ફ્રાન્સની હદમાં આવતી હોવાથી ફ્રાન્સ એમ્બેસીને રિપોર્ટ કર્યો છે. જેમાં પાછલા કેટલાક મહિનાઓમાં ભારતના કોઈ નાગરિકોને પકડવા માં આવ્યા છેકે નહીં તેનો રિપોર્ટ માંગ્યો છે. 


આ વખતનો ભાદરવી પૂનમના મેળો રહેશે ખાસ, પદયાત્રીઓ માટે કરાઈ મફત રીક્ષાની વ્યવસ્થા


એજન્ટ વિજય મોન્ટુ અમેરિકાથી એક્ટિવ
મહેસાણાના હેડૂવાથી અમેરિકા નીકળેલ યુવક સહિત 9 ઈસમો ગુમ થયાનો મુદ્દો હવે સળગતો મુદ્દો બન્યો છે. શૈલેષ પટેલ નામના બીજા એજન્ટની sog પોલીસે ધરપકડ કરી છે. આરોપી દિવ્યેશ પટેલ અને શૈલેષ પટેલ 5-5 દિવસના રિમાન્ડ પર છે. તેમજ એજન્ટ 13 વર્ષથી અમેરિકા રહેતા વિજય મોન્ટુના મૂળ સુધી પહોંચવા sog પોલીસના પ્રયત્નો ચાલુ છે. વિજય ઉર્ફે મોન્ટુના માતાપિતાનું પણ ઓન કેમેરા નિવેદન લેવાયું છે. આણંદના નાપાડ તળપદા ખાતે વિજય ઉર્ફે મોન્ટુના માતા પિતા રહે છે. Sog પોલીસ દ્વારા પેટલાદનું આસી, આણંદનું નાપાડ તળપદા, નડિયાદ અને અમદાવાદ રાણીપમાં તપાસ કરાઈ છે. આજે પણ sog પોલીસ શૈલેષ પટેલ અને દિવ્યેશ પટેલને લઈને અમદાવાદ તપાસ કરી રહી છે. 


આ કેસમાં અસંખ્ય એજન્ટ છે. જેઓ વિવિધ રુટમાં વિવિધ કડી તરીકે કામ કરે છે. પકડાયેલા એજન્ટ દિવ્યેશ પટેલના પિતા મનોજ પટેલે ખુલાસો કર્યો કે, મારો દીકરો જેલમાં જતા અમેરિકામાં રહેતા એજન્ટ વિજય પટેલ પુરાવા આપશે. આ તમામ 9 યુવકોને પરત લાવવાની કામગારી મોન્ટુ પટેલના માણસો દ્વારા કરવામાં આવી રહી છે. 


Canada PR નથી મળી રહ્યાં! તમારી પાસે આ લાયકાત હશે તો સૌથી પહેલો ચાન્સ મળશે