ઝી ન્યૂઝ/અમદાવાદઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ટાણે હાર્દિક પટેલને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. તાજેતરમાં જ હાર્દિક પટેલે કોંગ્રેસ છોડી દીધી છે અને ઘણા દિવસથી ભાજપમાં જોડાવા અંગે અલગ અલગ અટકળો ચાલી રહી હતી. ત્યારે પાટીદાર નેતા હાર્દિક પટેલ કંઈ પાર્ટીમાં જોડાશે તે અટકળોનો અંત આવ્યો છે. હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે તે કન્ફર્મ થઈ ગયું છે. અને હાર્દિક પટેલ 2 જૂને ભાજપમાં જોડાશે. સીઆર પાટિલની હાજરીમાં હાર્દિક પટેલ ગાંધીનગરમાં બપોરે 12 વાગે કેસરિયો ધારણ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર્વ કોંગી નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ પણ 2 જૂનના રોજ ભાજપમાં જોડાશે
ચૂંટણી પેહલા કોંગ્રેસના નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે અને તેઓ પણ હાર્દિક પટેલ સાથે 2 જૂનના રોજ ભાજપમાં જોડાશે. 2017 વિધાનસભા ચૂંટણીમાં શ્વેતા બ્રહ્મભટ્ટ મણિનગર વિધાનસભા સીટના કોંગ્રેસમાં ઉમેદવાર હતા. થોડા દિવસો પેહલા રાજભવન ખાતે પીએમ મોદી સાથે શ્વેતા બ્રહ્મભટ્ટે મુલાકાત કરી હતી. 


મહત્વનું છે કે, હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી વિદાય લઈ લીધી અને હવે શુ નવાજૂની કરશે તેના પર સૌની નજર મંડરાયેલી હતી. ત્યારે ZEE 24 કલાક પર ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હાર્દિક પટેલ ભાજપમાં જોડાવા જઈ રહ્યાં છે. હાર્દિક પટેલ 02 જૂને ભાજપમાં જોડાઈને કેસરિયો ઓઢશે.


નોંધનીય છે કે, હાર્દિક પટેલ ખુબ જ નાની વયે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન કરીને ખુબ નામના મેળવી હતી. ત્યારબાદ તે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો હતો. બાદમાં સ્થાનિક નેતૃત્વથી કંટાળીને તેણે કોંગ્રેસ છોડી દીધી હતી. તાજેતરમાં હાર્દિક પટેલે ભાજપના કામોને વખાણ્યા છે અને પોતાના રાજીનામામાં પણ તેનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ ભાજપમાં જોડાવા અંગે ચર્ચાઓ વહેતી થઈ હતી. પરંતુ આજે કન્ફર્મ થઈ ગયું છે કે  હાર્દિક પટેલ સીઆર પાટિલની હાજરીમાં 2 જૂને કેસરિયો કરશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube