રાજકોટ : ગુજરાતમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે વકરતી જ જઇ રહી છે. જેના કારણે દાખલ થવા માટે આવતા દર્દીઓની સ્થિતી કફોડી બની છે. એક પછી એક સરકારી હોસ્પિટલો ફુલ થઇ રહી છે. કેટલાક કિસ્સામાં તો હોસ્પિટલની લોબીમાં જ દર્દીઓને સુવડાવીને સારવાર આપવામાં આવી રહી હોવાનાં કિસ્સા પણ પ્રકાશમાં આવી રહ્યા છે. તેવામાં નાગરિકોમાં સરકાર પ્રત્યે ખુબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે. સરકાર દર્દીઓ માટે શું વ્યવસ્થા કરી રહી છે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. જો કે કોરોના કોઇનું પદ કે પ્રતિષ્ઠા જોઇને નથી થતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VADODARA ની બે મોટી ગણાતી હોસ્પિટલ ફુલ, જાયે તો જાયે કહાં જેવી સ્થિતી


કોરોનામાં અનેક વીઆઇપીથી માંડીને નેતાઓ પણ કોરોના થયો છે. જેમાં મુખ્યમંત્રીનો પણ સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં શિક્ષણપ્રધાન સહિત અનેક વીઆઇપી લોકો કોરોના સંક્રમિત છે તેવામાં પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલને કોરોના પોઝિટિવ આવ્યો છે. હાલમાં કોરોનાની જે ફેમિલિ બન્ચિંગ પેટર્ન જોવા મળી રહી છે તે અનુસાર તેમના પત્નીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. પાટીદાર અગ્રણી અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 


AHMEDABAD: કેન્દ્રીય ટીમે સિવિલનાં કોરોના હોસ્પિટલની સુવિધા અંગે વ્યક્ત કર્યો સંતોષ


જો કે બંન્ને દંપત્તીને સામાન્ય લક્ષણો જણાતા ઘરે જ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. હાલ બંન્નેની ઘરે જ સારવાર ચાલી રહી છે. જો જરૂર જણાશે તો તેમને દાખલ કરવામાં આવશે. જો કે નરેશ પટેલને કોરોના પોઝિટિવ આવતા પાટીદારોમાં ચિંતાનું મોજુ જોવા મળી રહ્યું છે. પાટીદારો ખાસ કરીનેસૌરાષ્ટ્ર પંથકના પાટીદારોમાં તેઓ મજબુત વર્ચસ્વ ધરાવે છે. પાટીદારોનાં પવિત્ર આસ્થાના ધામ ખોડલધામના તેઓ પ્રમુખ પણ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube