Patidar Samaj અલકેશ રાવ/બનાસકાંઠા : વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા બનાસકાંઠાના પાલનપુર ખાતે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના અભિયાન અંતર્ગત પાટીદાર મહાસમેલન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા હતા. જ્યાં વિશ્વનું સૌથી મોટું ઉમિયા મંદિરનું નિર્માણ સહિત સમાજની એકતા શિક્ષણ, રોજગાર, આરોગ્ય, છાત્રાલય, સ્પોર્ટ્સ & કલ્ચરલ, બિઝનેસ ડેવલપમેન્ટ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ ઉપર ભાર મુકાયો હતો. જ્યાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખે ‘જે સનાતન ધર્મને લઈને કામ કરશે તેની સાથે લોકસભાની ચૂંટણીમાં પાટીદાર સમાજ રહેશે’ તેવું નિવેદન આપતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જગતજનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાન્ય સંકલ્પ સાથે વિશ્વ ઉમિયાધામ, જાસપુર, અમદાવાદ મુકામે 100 વીઘા જમીનમાં એક હજાર કરોડના સામાજિક નીધિ સહયોગથી વિશ્વની “નવમી અજાયબી" સમા વિશ્વના ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય થઈ રહેલ છે. મંદિર આસ્થાનું કેન્દ્ર તો છે, પરંતુ તે સામાજિક તેમજ રાષ્ટ્ર ચેતનાનું કેન્દ્ર બને તેવી વિચારધારા સાથે વિશ્વ ઉમિયાધામ મંદિર નિર્માણ ઉપરાંત શિક્ષણ, રોજગાર, આરોગ્ય, છાત્રાલય, સ્પોર્ટ્સ & કલ્ચરલ, બિઝનેસ ડેવલપમેન્ટ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે આણ્યા-એકતા અને ઊર્જાના ધામ તરીકે કાર્યરત છે. ત્યારે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્રચેતના અભિયાનમાં સનાતન ધર્મની વિચારધારાને ઉજાગર કરવામાં સર્વ સમાજના દરેક પરિવારો સહભાગી બની શકે તે અંતર્ગત જગતજનની મા ઉમિયાના દિવ્યરયનું પરિભ્રમણ એપ્રિલ - મે માસમાં બનાસકાંઠા જીલ્લાના દરેક ગામ - તાલુકા સ્તરે થવા જઈ રહેલ છે.


દિયર-ભાભીના ઈલુ ઈલુએ નવું ગુલાબ ખીલવ્યું : પ્રેમ સંબંધમાં ભઈનો લઈ લીધો જીવ


ત્યારે તેના જાગૃતિ અભિયાનના ભાગરૂપે બનાસકાંઠા જીલ્લાની વિવિધ સંસ્થાઓ અને સમાજના સહયોગથી બનાસકાંઠા જીલ્લામાં VUF - બનાસકાંઠા જીલ્લા સંગઠન દ્વારા પાલનપુર ખાતે ભવ્ય "મહાસંમેલન"નું આયોજન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. જ્યાં કડવા પાટીદાર સમાજની મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો અને પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં દાન આપનાર દાતાઓનું સન્માન કરાયું હતું. અને પાટીદાર સમાજને તમામ ક્ષેત્રોમાં અગ્રેસર બનાવી સામાજિક એકતા માટે કામ કરવાની હાકલ કરાઈ હતું.


આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ પ્રસંગે કહ્યું કે, વિશ્વનું સૌથી મોટું ઉમિયા માતાનું મંદિર બનવા જઈ રહ્યું છે ત્યારે અનેક સેવના પ્રકલ્પો ઉમેરાય તે માટે આ આયોજન કરાયું હતું. તો પાટીદાર આગેવાન ડો.ગિરધર પટેલે કહ્યું કે, પાટીદાર સમાજમાં શિક્ષણ, એકતા, સામાજિક સેવાના ભાવ પેદા થાય તે માટે. 


ગુજરાતમાં એવું તો શું થયું કે ગૃહમંત્રીએ તાત્કાલિક બેઠક બોલાવી, તપાસના આદેશ આપ્યા


તો બીજી તરફ લોકસભા ચૂંટણી પહેલા પાલનપુરમાં યોજાયેલા પાટીદારોના મહાસંમેલનમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી પટેલે નિવેદન આપ્યું હતું કે, ચૂંટણી આવે છે ત્યારે જે કોઈ સનાતન ધર્મને લઈને કામ કરે છે તેની સાથે પાટીદાર સમાજ છે. સનાતન ધર્મને લઈને જે કોઈ લોકો ગાળો બોલી રહ્યા છે તેમને પાટીદાર સમાજ જ નહિ પણ સર્વ સમાજ જે હિન્દુ વિચારધારા સાથે સાંકલયેલો સર્વ સમાજ સનાતન વિરોધીઓને જડબાતોડ જવાબ આપશે. જેને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. 


આર.પી.પટેલે વધુમા કહ્યું કે, જે સનાતન ધર્મને લઈને કામ કરશે તેની સાથે લોકસભાની ચૂંટણીમાં પાટીદાર સમાજ રહશે. 


આ દ્રશ્યો બતાવી શકાય તેવા નથી, મહિલાના હાથપગ બાંધીને નિર્વસ્ત્ર ગટરમાં લાશ ફેંકી