અમદાવાદ: 6 જુલાઈ 2015ના રોજ ગુજરાતમાં એક આંદોલનની શરૂઆત થઈ.. આ આંદોલન હતું પાટીદાર અનામત આંદોલન.. આંદોલન હતું પાટીદારોને અનામત આપવા માટે.. સતત 4 વર્ષ સુધી ચાલેલા આ આંદોલનના કારણે 15 જેટલા પાટીદાર યુવાનોના મોત નીપજ્યા હતા.. એટલું જ નહીં આંદોલનથી થયેલી હિંસામાં અનેક સરકારી સંપત્તિને નુકસાન પહોંચ્યું હતું.. જોકે, આંદોલનથી મળ્યું શું અને આંદોલનના નામે રાજકીય રોટલા કોણે શેક્યા? તેને લઈને હવે એક નવો વિવાદ સર્જાયો છે.. જી હાં, કયા પાટીદાર ઉદ્યોગપતિએ આંદોલન અને આંદોલનકારી નેતાઓ પર સવાલ ઉઠાવ્યા છે.. જુઓ આ રિપોર્ટમાં.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ એક નિવેદનથી ગુજરાતના સૌથી મોટા આંદોલન પર અનેક સવાલો ઉઠી રહ્યા છે..ગુજરાતના પાટીદાર અનામત આંદોલનથી સમાજને કશું મળ્યું નથી.. પાટીદાર અનામત આંદોલન પર આ વિસ્ફોટક નિવેદન આપ્યું છે ઉદ્યોગપતિ કરસનભાઈ પટેલે.. અનામત આંદોલનનાં 10 વર્ષ બાદ પહેલીવાર ઉદ્યોગપતિ કરશન પટેલે અનામત આંદોલનકારીઓ સામે આડકતરી રીતે સવાલ ઉઠાવ્યા છે.


એટલું જ નહીં, પાટીદાર અનામત આંદોલનથી લેઉઆ પાટીદારની દીકરીને CM પદ છોડવું પડ્યું હોવાનું કહીને ઉદ્યોગપતિ કરસનભાઈ પટેલે સીધી રીતે આંદોલનકારીઓ પર ઠીકરું ફોડ્યું છે.. આ સાથે જ તેમણે બેધડક રીતે કહ્યું કે, અનામત આંદોલનમાં પાટીદાર યુવાનો શહીદ થયા અને ઉપરથી લેઉવા પાટીદારની દીકરીનું CM પદ ગયું..


પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારે પાટલ બેતાલીસ લેઉવા પાટીદાર સમાજ દ્વારા ખોડાભા હોલ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને ઇનામ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.. આ ક્રાર્યક્રમમાં લેઉવા પાટીદાર સમાજના આગેવનો તથા જાણીતા ઉદ્યોગપતિ અને નિરમા કંપનીના માલિક કરસનભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.. ઇનામ વિતરણ કાર્યક્રમ બાદ તેમણે સ્ટોફક નિવેદન આપ્યું હતું.. 


કરસન પટેલના નિવેદન બાદ પાટીદાર યુવાનો અને ખાસ કરીને આંદોલનકારી નેતાઓ હચમચી ઉઠ્યા છે.. કરશન પટેલના નિવેદનને તમામ આંદોલનકારી પાટીદાર નેતાઓએ અયોગ્ય ગણાવ્યું છે.. અનામત આંદોલન બાદ જે પાટીદાર યુવાનો કોઈ પક્ષ સાથે જોડાયા અને નેતા બની ગયા એ નેતાઓએ કરશન પટેલ પર જ સવાલ ઉઠાવ્યા છે.


આ તમામ એ નેતાઓ છે જે આંદોલનમાંથી નીકળીને રાજકીય આગેવાનો બની ગયા છે.. કરશન પટેલના નિવેદનનો વિરોધ તો પાટીદાર સમાજ પણ કરી રહ્યો છે પરંતુ, તમામ નેતાઓ એક સૂરે વિરોધ નોંધાવી રહ્યા છે.. ગુજરાતમાં વર્ષ 2015 માં પાટીદારોને અન્ય પછાત વર્ગમાં સમાવવાની માંગ સાથે પાટીદાર અનામત આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું.. જેની માટે ગુજરાત દેખાવો કરવામાં આવ્યા હતા.. પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ હાર્દિક પટેલ અને અન્ય આગેવાનોના નેતૃત્વના શરૂ કરવામાં આવ્યું હતું.. જેમાં અનેક પાટીદાર યુવકો પર પોલીસ કેસ કરવામાં આવ્યા હતા.. તેમજ 14 જેટલા પાટીદાર યુવકના મૃત્યુ થયા હતા.. આ આંદોલન 06 જુલાઇ 2015 થી શરૂ થઇને 14 જાન્યુઆરી 2019 સુધી ચાલ્યું હતું.. જેમાં સરકારે આખરે આર્થિક રીતે પછાત વર્ગ માટે અલગ આયોગની રચના કરી હતી.