Patan News પાટણ : પાટીદાર સમાજ હાલ સમાજ સુધારણાના રાહ પર છે. આ માટે છેલ્લા કેટલાક મહિનાઓથી વિવિધ પાટીદાર સમાજ દ્વારા વિવિધ નિર્ણયો લેવાઈ રહ્યાં છે. પાટીદાર સમાજ હવે ક્રાંતિના રાહે છે. જેમાં સમાજમાં વ્યાપેલા કુરિવાજો દૂર કરીને સમાજની વર્ષો જૂની સમસ્યાઓથી નિજાત મેળવી શકાય. ત્યારે હાલ સમાજમાં અનેક નવા બદલાવ કરવામા આવ્યા છે. આ માટે હવે પાટીદાર સમાજની મહિલાઓએ કમર કસી છએ. પાટીદાર સમાજમાં મહિલાઓ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે. બેતાલીસ લેઉવા પાટીદાર મહિલાઓએ સામુહિક સંકલ્પ લીધો છે. પાટીદાર મહિલાઓએ સમાજ સુધારા માટે મોટી ચળવળ શરૂ કરી છે. જેમાં ફિલ્મો અને સીરિયલનું આંધળું અનુકરણ ટાળવા સુંદર પ્રયાસ હાથ ધર્યો છે. હવે પાટીદાર સમાજમાં પ્રી-વેડીંગ ફોટોશૂટ, બેબી શાવર જેવી બિનજરૂરી અને ખર્ચાળ પ્રથા બંધ કરાશે. તેમજ લગ્નના રિસેપ્શન જેવો બિનજરૂરી ખર્ચો પણ બંધ થશે. આ માટે 53 ગામોમાં તબક્કાવાર મહિલાઓની બેઠકો યોજાઈ હતી. જે બાદ હવે 28 મેના રોજ પાટણ ખાતે મહા અધિવેશન યોજાશે. જેમાં 3000 થી વધુ મહિલાઓ કુરિવાજો ત્યજવા શપથ લેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે 42 લેઉવા પાટીદાર સમાજના મહિલા આગેવાન અનિતાબેન પટેલે જણાવ્યું કે, સમાજમાં સુધારો લાવવા બેતાલીસ લેઉવા પાટીદાર સમાજની બહેનોએ નિર્ણય કર્યો છે. જેમાં લગ્ન પ્રસંગમાં થતા ખોટા ખર્ચા અટકાવવા નિર્ણય લેવાયો છે. આ અંતર્ગત પ્રી-વેડીંગ શૂટ,રિસેપ્શન,બેબી શાવર જેવી ખર્ચાળ પ્રથા બંધ કરાશે. ભવિષ્યમાં આ રિવાજો વધુ ખર્ચાળ બની શકે છે તેના માટે બહેનો પહેલ કરશે. 


વીઘા જમીનો ધરાવતો પાટીદાર સમાજ હવે ક્રાંતિના માર્ગે, પરિવર્તન લાવવા લેવાયા આ નિર્ણયો


તો અન્ય આગેવાન મધુબેન પટેલે કહ્યું કે, પાટીદાર સમાજમાં વ્યાપેલા બિનજરૂરી ખર્ચાળ પ્રથાઓને બંધ કરાવવા માટે આગામી દિવસોમાં બહેનો પહેલ કરશે. અત્યારે સમાજના દીકરા દીકરીઓ જે વ્યસનો તરફ તેમજ પછીમી સંસ્કૃતિ તરફ વળ્યા છે તેની માટે ના ભગીરથ પ્રયાસ છે. આ માટે 28 મે ના રોજ પાટણમાં સભા યોજી બિનજરૂરી પ્રથાઓ બંધ કરાવવા માટે શપથ લેવડાવવામાં આવશે. સાથે સમાજમાં શિક્ષણ ની જ્યોત જગાવવાનો પ્રયાસ કરાશે.


બેતાલીસ લેઉવા પાટીદાર સમાજની બહેનોની કુપ્રથા બંધ કરવા સમાજ સુધાર ચળવળ શરૂ કરી છે. જેમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યમાં વરસતી સમાજની મહિલાઓ જોડાઈ છે. 65 વર્ષ પછી પાટીદાર સમાજની મહિલાઓ બંધારણ તૈયાર કરશે. જેમાં પ્રી-વેડિંગ ફોટોશૂટ, હલ્દી રસમ, રિસેપ્શન, બેબી શાવર જેવી ખર્ચાળ અને દેખાદેખીમાં શરૂ કરાયેલી પ્રથા સહિતના કેટલાક કુરિવાજો બંધ કરવા નિર્ણય લેવાયો છે.


પાટીદાર યુવકોના મનની પીડા : ભગવાન કા દિયા સબ કુછ હૈ, બંગલા હૈ ગાડી હૈ.. પર બીવી નહિ


પાટીદાર સમાજે લગ્નનો જૂનો રિવાજ બદલ્યો, હવે કુંડળીને બદલે નવુ મેચ મેકિંગ કરશે


ઉત્તર ગુજરાતના 53 ગામ ઉપરાંત અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, કચ્છ, રાજકોટ તેમજ મુંબઈમાં રહેતી સમાજની બહેનોએ અભિયાનમાં જોડાઈને સંકલ્પ લેશે. આ માટે 28 મેના રોજ પાટણમાં વિશાળ મહિલા સંમેલન યોજાશે. જેમાં 3000 જેટલી મહિલાઓ કુરિવાજોને બંધ કરવા સંકલ્પ લેશે. 


વર્ષ 1958 માં પાટીદાર સમાજમાં બંધારણ તૈયાર કરાયુ હતું, તે રીતે 65 વર્ષ બાદ ફરીથી બંધારણ બનાવાશે, જેમાં મહિલાનો મહત્વનો રોલ રહેશે. 


આ લોકો માટે પાટીદાર સમાજે બંધ કર્યા દરવાજા, વર્ષોનો વિવાદ હવે પરાકાષ્ઠાએ પહોંચ્યો


વીઘા જમીનો છે, પણ પરણવા કન્યા નથી : મધ્ય ગુજરાત પાટીદાર સમાજે લીધો મોટો નિર્ણય