Mehsana News તેજસ દવે/મહેસાણા : મહેસાણા ઊંઝામાં ‘ઉમિયા શરણમ મમ:’ મહામંત્ર અખંડ ધૂન સપ્તાહ યોજાશે. જેમાં ગુજરાતભરના 5 લાખ પાટીદારો જોડાશે. ઉમિયા ધામની 168 માં વર્ષની ઉજવણીમાં ગ્રામ્ય વિસ્તારોના 2100 ઉમિયા સત્સંગ મંડળ ભાગ લેશે. જગત જનની શ્રી ઉમિયા માતાજીના નિજ મંદિર પુન:નિર્માણ પ્રારંભના 168માં વર્ષની ઉજવણીના ભાગરૂપે આયોજન કરાયું છે. જેમાં એક અઠવાડિયા દરમિયાન સતત ભજન કીર્તન કરવામાં આવશે. આ કાર્યક્રમ 7 ઓગસ્ટથી શરૂ થઈને 13 ઓગસ્ટના રોજ ર્ણાહુતિ કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઊંઝા ઉમિયાધામ કડવા પાટીદાર સમાજના કુળદેવી છે અને દેશ વિદેશમાં વસતા કરોડો પાટીદારોનું આસ્થાનું કેન્દ્ર છે અવાર નવાર ઊંઝા ઉમિયાધામ ખાતે અનેક ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારે ઉમિયાધામ દ્વારાઆગામી 7 ઓગસ્ટ થી 13 ઓગસ્ટ સુધી અખંડ ધૂનનું આયોજન કરાયું છે.


ગુજરાતના 1.65 કરોડ ગ્રાહકોને મોટો ઝટકો, ઓગસ્ટ મહિનાથી વધુ લાઈટ બિલ ચૂકવવા તૈયાર રહો


ઉમિયાધામ નિજ મંદિર  પુનઃ નિર્માણના 168 વર્ષ થતા અખંડધુન કરી ઉજવણી કરવામાં આવશે. પાટીદારોની કુળદેવીના આ મંદિર ના પુનઃ નિર્માણને હવે 168 વર્ષ પૂર્ણ તયા છે. તેથી આ ખુશીમાં 168 કલાક સુધી (માં ઉમિયા શરણમ મમ) ના જપની અખંડધુન કરવામાં આવશે. ખાસ વાત તો એ છે કે, આ એતિહાસિક અખંડધૂન માં 5 લાખ થી વધુ પાટીદારો ભાવભક્તિ પૂર્વકથી જોડાશે. લાખો પાટાદીરો આ એતિહાસિક અખંડ ધૂનના સાક્ષી બનશે. 


તોફાની વરસાદનું એલર્ટ : ગુજરાતના કયા જિલ્લામાં રેડ, ઓરેન્જ, યલો એલર્ટ છે તે ખાસ જાણો


ઉંઝા ઉમિયા ધામના મંત્રી દિલીપ પટેલે જણાવ્યું કે, 5 હજાર સત્સંગ મહિલા મંડળોના ઊંઝામાં અખંડ ધૂનમાં આવવાનો લક્ષ્યાંક હતો, પરંતુ તેની સામે 2 હજાર સત્સંગ મંડળ નોંધાઈ ગયા છે. એટલે આ અખંડધુન માં 2 હજાર કરતા વધુ ઉમિયા સત્સંગ મંડળો ભાગ લેશે અને અગાઉ આટલી લાંબી અખંડધુન કોઈ ધાર્મિક સંસ્થા કે ધાર્મિક મંડળ ધ્વારા ગુજરાતમાં અત્યાર સુધી નથી કરવામાં આવી. 


કેનેડાની ખુલ્લી ઓફર, ભારતીયો માટે એવી સ્કીમ લોન્ચ કરી કે શરૂ કરતા જ થઈ પડાપડી