તોફાની વરસાદનું એલર્ટ : ગુજરાતના કયા જિલ્લામાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ છે તે ખાસ જાણી લેજો

Gujarat Weather Forecast :  આજે અને આવતી કાલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાનની આગાહી,,,, 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા હવામાનની સૂચના 
 

આજે 21 જુલાઈએ વરસાદની આગાહી

1/8
image

આજે ગુજરાતમાં વરસાદનું રેડ અને ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છએ. વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ અલર્ટ છે. તો અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, ડાંગમાં ઓરેન્જ અલર્ટ છે. આ ઉપરાંત જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, ભરૂચ, આણંદ,તાપી વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા અને, અરવલ્લીમાં આજે યેલો અલર્ટ છે.   

22 જુલાઈએ વરસાદની આગાહી

2/8
image

આ ઉપરાંત હવામાન વિભાગે રાજકોટ, ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરીને લોકોને ચેતવ્યા છે. સુરત અને વલસાડમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે. 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 

23 જુલાઈએ વરસાદની આગાહી

3/8
image

અમદાવાદ આગામી ત્રણ કલાકને લઇ હવામાન વિભાગની આગાહી છે. જેમાં આજે શુક્રવારે પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, મહીસાગર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, દેવભૂમિ દ્વારકામાં મધ્યમ વરસાદની આગાહી છે. તો સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દમણ, દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી છે. 

4/8
image

ભારે વરસાદ વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાનો વર્તુ -2 ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદની વર્તુ 2 ડેમ ઓવરફ્લો થયો. વર્તુ - બે ડેમના પાંચ દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. અત્યારે દ્વારકા જિલ્લાના છ ગામ અને પોરબંદર જિલ્લાના આઠ ગામોને એલેટ કરવામાં આવ્યા છે. જેમાં ઝારેરા, રાણપરડા, ગોરાણા, હર્ષદ, રાવલ, ગાંધવિ, ઇશ્વરીયા, ભોમીયાવદર, પારાવાડા, સોઢાણા, ફટાણા, મોરાણા, મિયાણી  અને શિંગળા જેટલા ગામના લોકોને એલર્ટ કરી દેવાયા છે. આ ગામના લોકોએ નદીના પટમાં અવર જવર ન કરવા તેમજ માલ મિલકત તથા ઢોર ઢાંખર નદીના પટમાં ન જવા દેવા તેમજ સાવચેત રેવા સુચના આપવા તંત્ર દ્વાલા વિનંતી કરાઈ છે.   

5/8
image

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 24 જુલાઈએ બંગાળની ખાડીમાં બીજી સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે આગામી 27થી 29 જુલાઈએ ગુજરાતમાં ફરી વરસાદ થઈ શકે છે. મુશળધાર વરસાદને પગલે નર્મદા નદીમાં પૂર આવવાની શક્યતા છે. સાથે જ સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે. ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમની જળસપાટી પણ વધી શકે છે. 

6/8
image

7/8
image

8/8
image