The Kerala Story : દેશમાં લવ જેહાદ એક મોટી સમસ્યા બનીને ઉભરી રહ્યું છે. તાજેતરમાં જ આ વિષય પર ધ કેરાલા સ્ટોરી ફિલ્મ આવી હતી. ત્યારે ગુજરાતના વિશ્વ ઉમિયાધામ દ્વારા લવ જેહાદ પર જાગૃતિ લાવવા માટે અનોખો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. લવ જેહાદનો ભોગ બનેલી કેરળની પાંચ યુવતીઓ આજે અમદાવાદ શહેરમાં આવી પહોંચશે. જેઓ પોતાના પર ગુજરાયેલી યાતનાઓને વર્ણવશે. વિશ્વ ઉમિયાધામ દ્વારા આ અનોખી પહેલ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લવ જેહાદ પર જાગૃતિ કાર્યક્રમ 
કેરળની સત્ય ઘટનાઓ પર ધ કેરાલા સ્ટોરી ફિલ્મ બની હતી. જેમાં બતાવાયુ હતું કે, કેવી રીતે હિન્દુ યુવતીઓને બ્રેઈનવોશ કરીને લવ જેહાદ કરાય છે. ત્યારે કેરળની આ પીડિત મહિલાઓની હાજરીમાં કેવીસી ઉમિયા કોલેજ, સોલા ખાતે ખાસ જાગૃતિ શિબિરનું આયોજન કરાયું છે. રાજ્ય સહિત દેશભરમાં લવ જેહાદના કિસ્સા અટકાવવા માટે વિશ્વ ઉમિયાધામ સંસ્થા દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. કેરળની લવ જેહાદથી પીડિત જે મહિલાઓના જીવનની સત્ય ઘટનાઓ પર ‘ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મ બની હતી તેવી પાંચ મહિલા મંગળવારે વિશ્વ ઉમિયાધામ ખાતે આવી રહી છે. આ પીડિત મહિલાઓની ઉપસ્થિતિમાં કેવીસી ઉમિયા કોલેજ, સોલા ખાતે જાગૃતિ શિબિરનું આયોજન કરાયું છે.


મોટી દીકરીના લગ્નની આગલી રાતે પિતાએ કરી નાના જમાઈની હત્યા, સાળાએ પણ આપ્યો સાથ


આ કાર્યક્રમ અંતર્ગત સોલા કેમ્પસમાં બે હજારથી વધુ યુવતીઓ માર્ગદર્શન મેળવશે. જેમાં કેરળની પીડિત યુવતીઓ પોતાની દાસ્તાન રજૂક રશએ. સાથે જ લવ જેહાદ જેવી ઘટનાઓને અટકાવવા માટે માર્ગદર્શન આપવામાં આવશે. 


યુવતીઓને ધ કેરાલા સ્ટોરી ફિલ્મ બતાવાશે 
આ ઉપરાંત આ કાર્યક્રમમં ધ કેરાલા સ્ટોરી ફિલ્મ પણ યુવતીઓને બતાવવામાં આવશે. આ વિશે વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલે જણાવ્યું કે, લવ જેહાદની ઘટના અંગે પાટીદાર સહિત તમામ સમાજ ચિંતાતુર છે. તેથી સમાજની દીકરીઓમાં જાગૃતતા લાવવા માટે વિશ્વ ઉમિયાધામ પહેલીવાર આ પ્રકારના જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. જેથી સમાજની દીકરીઓ લવ જેહાદના માર્ગ પર જવા દોરાય નહિ. દીકરીઓને બચાવવા માટે આ આ જાગૃતિ અભિયાનની શરૂઆત કરવામાં આવે છે.


અમેરિકાએ પૂરુ કર્યુ ભારતીયોનું મોટું સપનું, પહેલા ક્યારેય ન આપ્યા એટલા વિઝા આપ્યા


કેરળની પાંચ પીડિત યુવતીઓ માર્ગદર્શન આપશે
આ કાર્યક્રમમાં કેરળથી એ યુવતીઓ આવશે, જેઓ લવ જેહાદનો ભોગ બની હતી અને હવે તેઓ પરિવર્તન થઈને સનાતન ધર્મ માટે કામ કરે છે. કેરળની શ્રુતિ, શાંતિકૃષ્ણા, અનઘા, અનુષા અને વૈશાલી આજે ગુજરાતની યુવતીઓને આ રસ્તે ન જવા માર્ગદર્શન આપશે. સાથે જ પોતાને અનુભવાયેલી યાતનાઓને સમાજ સામે રજૂ કરશે.