ઝી ન્યૂઝ/ અમદાવાદ: પાટીદાર સમાજના યુવાનોના સંગઠન સરદાર પટેલ સેવાદળમાં ભાગલા પડ્યા છે. લાલજીભાઈએ અટકાવેલી નિમણુકને લઈને વિવાદ વકર્યો છે. તમને જણાવીએ કે અગાઉ SPG ના રાષ્ટીય અધ્યક્ષ લાલજી પટેલે તમામ જિલ્લા અને ઝોનના પ્રમુખોના હોદા રદ કર્યા હતા. આ મુદ્દે સરદાર પટેલ સેવાદળ SPG ના રાષ્ટીય અધ્યક્ષના નિર્ણયને દર કિનારે કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટીદાર સમાજના યુવાનોના સંગઠન સંસ્થા SPGના લાલજી પટેલના નિર્ણયની વિરોધમાં નવી સમિતિ બનાવી છે. હવે SPG ના અધ્યક્ષ બદલાવાયા છે. SPG ગ્રુપના નવા હોદેદારો નિમવાના મુદ્દે એસપીજીના નવા અધ્યક્ષ અશ્વિન પટેલ બનવા મુદ્દે લાલજી પટેલનું મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે. 


સવાણીને મળ્યું સુવાળાનું BJPમાં જોડાવાનું આમંત્રણ; 'પાર્ટીમાં સારા માણસોની જરૂર છે' 


મહત્ત્વનું છે કે, પૂર્વે હોદેદારો એ બળવો પોકારી ગઈ કાલે કારોબારી બેઠક બોલાવી હતી. કારોબારી બેઠકમાં SPG ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ, ઉપાધ્યક્ષ,મહામંત્રી, સૌરાષ્ટ્ ઝોન અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ 108 અધ્યક્ષની વરણી કરાઈ છે. લાલજી પટેલ દ્વારા સૌરાષ્ટ્ ઝોનના અધ્યક્ષ તરીકે કલ્પેશ રાંકની નિમણૂક કરાઈ હતી. પૂર્વે હોદેદારોએ કોરોનાને પરિણામે એક વર્ષે ટર્મ લંબાવવા માટે કારોબારીમાં ચર્ચા કરી હતી.


લાલજી પટેલે જણાવ્યું હતું કે એસપીજી ગ્રુપના કોઇ નવા હોદેદારોની નિમણુક કરવામાં આવી નથી. અમારી ગેરહાજરીમાં એસપીજીના લેટરપેડ અને લોગાનો ઉપયોગ કરી મિટિંગ બોલાવી અધ્યક્ષ બની ગયાં છે. આ મિટિંગમાં હું હાજર નહોતો. એસપીજી ગ્રુપ બે ભાગમાં વેચાઈ ગયું છે. જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે અશ્વિન પટેલે જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરાંગ પટેલ મહામંત્રી અને પ્રવક્તા પુર્વિન પચેલની વરણી કરવામાં આવી છે. 27/7/21 એસપીજીના હોદ્દા અને વરણી સ્થગીત કર્યા હતા. બાદમા 17 તારીખ સુધી કોઈ પણ હોદ્દેદારોની વરણી સ્થગિત કરી નવા હોદ્દેદારોની નિમણુક કરાઈ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube