Chhatrapati Shivaji Maharaj વડોદરા : જેમ ગુજરાતમાં ગાંધી છે, તે મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજ છે. મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજ ભગવાનની જેમ પૂજાય છે. ત્યારે વડોદરાના એક યુવકને છત્રપતિ શિવાજી મહારાજ વિશે ટિપ્પણી કરવી ભારે પડી હતી. વડોદરાના વિદ્યાર્થીએ છત્રપતિ શિવાજી મહારાજ પર ટિપ્પણી કરી હતી. એક મિત્ર સાથે થયેલી ચર્ચા બાદ તેણે શિવાજી મહારાજ પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બન્યું એમ હતું કે, વડોદરાના ખંડેરાવ માર્કેટ વિસ્તારમાંર હેતા દિપક પાલકરે તાલુકા પોલી સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દીપક પાલકરે આરોપ લગાવ્યો કે, આરોપી યુવકે જાહેરમાં છત્રપતિ શિવાજી મહારાજ માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો, જેનાથી હિન્દુ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચી છે. આર્યને જાહેરમાં શિવાજી મહારાજ વિશે અભદ્ર ભાષા બોલતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવું કૃત્ય કર્યું હતું. આ વીડિયો મારી પાસે આવ્યો  હતો.


ભારે વરસાદને કારણે ગુજરાતમાં આજે આ રસ્તાઓ બંધ છે, ડાયવર્ઝન જાણીને નીકળજો


આ બાદ પોલીસે આર્યન પટેલ નામની યુવકની ધરપકડ કરી હતી. 18 વર્ષીય યુવક બીબીએમાં અભ્યાસ કરે છે. આર્યન પટેલે તેના મિત્ર સાથે બેસીને મજાક મસ્તીમાં આ વીડિયો બનાવ્યો હતો. 


અમદાવાદના મીઠાખળીમા ત્રણ માળનું મકાન ધરાશાયી : બે વર્ષની બાળકી સહિત આખો પરિવાર દટાયો


ફરિયાદીએ કહ્યું કે, તેને વોટ્સએપ પર આ વીડિયો મળ્યો હતો. જેમા યુવક સૌની સામે શિવાજી મહારાજ માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી રહ્યો છે. આરોપીની વિરુદ્ધ ભારતીય દંડ સંહિત 153(એ) અને 294 બી અંતર્ગત ફરિયાદ દાખલ કરાઈ હતી. 


ધરપકડ બાદ આર્યન પટેલે માફી માંગી હતી. તેણે વીડિયો બનાવીને કહ્યું કે, આ ટિપ્પણી કરવા પાછળ તેનો કોઈ ખરાબ હેતુ ન હતો. 


ગાંધીનગરનું માણસા જળબંબાકાર : 6 ઈંચ વરસાદથી આખું શહેર પાણીમાં સમાયું


જંગલમાં ઢોર ચરાવતા કિશોર પર સિંહનો હુમલો, માલિકનો જીવ બચાવવા ભેંસો તુટી પડી સિંહ પર