સ્વર્ગને પણ ભુલાવી દે એવો નજારો! વાદળોથી ઢંકાયેલો ડુંગર, ગુજરાતમાં અહીં સોળે કળાએ ખીલી પ્રકૃતિ
પાવાગઢ ડુંગર અને તેની આસપાસ આવેલા વિસ્તારમાં પ્રકૃતિ એ જાણે લીલીછમ ચાદર ઓઢી હોય તેમ સમગ્ર વિસ્તાર હરિયાળીથી છવાઈ ગયો છે. છેલ્લા બે ત્રણ દિવસથી વરસેલા અવિરત વરસાદને લઈ પાવાગઢના ખુણીયા મહાદેવ સહીતના ધોધ શરુ થઇ ગયા છે.
ઝી બ્યુરો/પંચમહાલ: ચોમાસાની ઋતુમાં પંચમહાલ જિલ્લામાં પ્રકૃતિ સોળે કળા એ ખીલી ઉઠે છે અને તેમાંય ખાસ કરી યાત્રાધામ પાવાગઢ ડુંગર પરનું કુદરતી સૌંદર્ય તો જાણે પૃથ્વી પર સ્વર્ગ ઉતરી આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જે છે. ડુંગર પરથી કુદરતી રીતે ચારે તરફ વહેતા ધોધનો આહલાદક નજારો માણવા માટે પ્રકૃતીપ્રેમીઓ ખૂબ જ મોટી સંખ્યા માં અહી ઉમટી પડતા હોય છે.
આ તારીખો નોંધી લેજો! ગુજરાતમાં ક્યાં-ક્યાં પડશે ભારે વરસાદ? 'એલર્ટ' વાળી આગાહી
પાવાગઢ ડુંગર અને તેની આસપાસ આવેલા વિસ્તારમાં પ્રકૃતિ એ જાણે લીલીછમ ચાદર ઓઢી હોય તેમ સમગ્ર વિસ્તાર હરિયાળીથી છવાઈ ગયો છે. છેલ્લા બે ત્રણ દિવસથી વરસેલા અવિરત વરસાદને લઈ પાવાગઢના ખુણીયા મહાદેવ સહીતના ધોધ શરુ થઇ ગયા છે. જેને લીધે પાવાગઢ ની સુંદરતામાં ચાર ચાંદ લાગે છે. ડુંગર પરથી કુદરતી રીતે વહેતા ધોધ મન મોહી લે તેવા દ્રશ્યો ખડા કરે છે. પ્રકૃતિની ગોદમાં વસેલા પંચમહાલના આ વિસ્તારમાં હાલ નયનરમ્ય દૃશ્યો સર્જાયા છે. પાવાગઢ તળેટી થી માચી તરફ જતા રસ્તામાં આવેલ સેલ્ફી પોઇન્ટથી અસંખ્ય સહેલાણીઓ કુદરતના આ કરિશ્માને જોવા માટે ઉભા થઇ જતા હોય છે.
અંબિકા અને કાવેરી નદીમાં પૂરની સ્થિતિ! આ વિસ્તારમાં મેઘાએ ધારણ કર્યું રોદ્ર સ્વરૂપ
પાવાગઢમાં પ્રવેશ કરતા જ સૌ પ્રથમ ડુંગર પર કુદરતી રીતે સર્જાતા ખૂનીયા મહાદેવ ધોધનો નયનરમ્ય નજારો મન મોહી લે છે. ખુણીયા મહાદેવ ધોધના સુંદર નજરા સાથે જ ડુંગર પરની હરિયાળી તેમાં ચાર ચાંદ લગાવતી હોય તેમ જોવા મળી રહી છે. પાવાગઢ ડુંગરની હરિયાળી અને તેની ઉપરથી વહેતા કુદરતી ધોધ જોઈને રસ્તા પરથી પસાર થતા મોટાભાગના વાહન ચાલકોના વાહનોના પૈડાં થંભી જાય છે.
સ્પેસમાં ફસાયેલી મહેસાણાની દીકરી માટે વતનમાં પ્રાર્થનાનો દોર શરૂ, વતનમાં હોમ-હવન
પાવાગઢનું પ્રાકૃતિક સૌંદર્ય બે ઘડી માણવા માટે અહીંથી પસાર થતા તમામ લોકો થંભી જતા પણ જોવા મળે છે. સાથે સાથે આજકાલની જરૂરિયાત વાળી ફેશન બનેલી મોબાઈલ સેલ્ફી તો અહીં થી પસાર થતા લોકો અચૂક જ લેતા હોય છે. ડુંગરની તળેટીમાં આવેલુ સીટી ગેટ પાસેનું પાતાળ તળાવ પણ ઓવર ફ્લો થયેલું જોવા મળ્યું હતું.
આ ગુજરાતીના ઘરમાં ઉભા થઈ શકે 10 એન્ટીલિયા! ગુજરાતમાં ક્યાં છે દુનિયાનું સૌથી મોટુ ઘર