આ ગુજરાતીના ઘરમાં ઉભા થઈ શકે છે અંબાણી જેવા 10 એન્ટીલિયા! ગુજરાતમાં અહીં છે દુનિયાનું સૌથી મોટું ઘર

વર્ષ 1880માં બનાવાયેલું આ ઘર દુનિયાનું સૌથી મોટું ઘર માનવામાં આવે છે. ગુજરાતમાં ક્યાં આવેલું છે આ ઘર? જાણો દુનિયાના સૌથી મોટા ઘરમાં કોણ-કોણ રહે છે?

Trending Photos

આ ગુજરાતીના ઘરમાં ઉભા થઈ શકે છે અંબાણી જેવા 10 એન્ટીલિયા! ગુજરાતમાં અહીં છે દુનિયાનું સૌથી મોટું ઘર

World Biggest Home in Gujarat: ભારતમાં જ્યારે પણ સૌથી મોંઘા અને સૌથી મોટા ઘરની વાત કરવામાં આવે છે ત્યારે સૌ કોઈ મુકેશ અંબાણીના ઘરની વાત કરે છે. સૌ કોઈ મુંબઈમાં બનેલાં આલિશાન એન્ટેલિયાની વાત કરે છે. પણ ઘણાં ઓછા લોકોને ઘર હશે કે, એક ગુજરાતી એવા પણ છે જેના ઘરમાં મુકેશ અંબાણીના ઘર જેવા 10 એન્ટેલિયા ઉભા થઈ શકે. એટલું જ નહીં ગુજરાતમાં જ આવેલું છે આ આલિશાન ઘર. આ ઘરને ધરતી પરનું આખી દુનિયાનું સૌથી મોટું ઘર માનવામાં આવે છે.

મુકેશ અંબાણીના ઘર, એશિયા અને ભારતના સૌથી ધનિક વ્યક્તિ. એન્ટિલિયાને આજે કોઈ પરિચયની જરૂર નથી. આ 27 માળની ઇમારત ભારતના સૌથી મોંઘા મકાનોમાંથી એક છે. પરંતુ આજે અમે તમને એક એવા ઘર વિશે જણાવીશું જે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વનું સૌથી મોટું ઘર છે. વડોદરા, ગુજરાતનો પ્રખ્યાત લક્ષ્મી વિલાસ પેલેસ એ વિશ્વની સૌથી મોટી રહેણાંક ઇમારત છે. ગાયકવાડ રાજવી પરિવાર દ્વારા બનાવવામાં આવેલ ઘર ભવ્ય સ્થાપત્ય અને ઐતિહાસિક વારસાનું ઉત્તમ ઉદાહરણ છે.

ગુજરાતના મહારાજા સયાજીરાવ ગાયકવાડે વર્ષ 1880માં તેનું નિર્માણ કરાવ્યું હતું. લક્ષ્મી વિલાસ પેલેસ, ઘણા રંગોના આરસપહાણ અને સુંદર કલાકૃતિઓથી સુશોભિત, બકિંગહામ પેલેસ કરતાં ચાર ગણો મોટો છે, જે લંડનમાં બ્રિટિશ રાજાશાહીના સત્તાવાર નિવાસસ્થાન છે.

એક અનુમાન મુજબ, હાલમાં આ આલીશાન મહેલની કિંમત લગભગ 1.80 લાખ પાઉન્ડ એટલે કે 20 હજાર કરોડ રૂપિયા છે. HRH સમરજિત સિંહ ગાયકવાડ, તેમની પત્ની રાધિકારાજે ગાયકવાડ અને તેમની બે દીકરીઓ હાલમાં આ ઘરમાં રહે છે.

વડોદરાના તત્કાલીન મહારાજા ગાયકવાડ ત્રીજાએ આર્કિટેક્ટ રોબર્ટ ફેલોઝ ચિસોલમની મદદથી આ રાજશાહી પેલેસ બનાવ્યો હતો. 18મી સદીમાં બનેલું આ ઘર એટલું આલીશાન છે કે અહીં ક્યારેય પાવર કટ નથી થતો.

અંદાજે 700 એકરમાં ફેલાયેલા લક્ષ્મી વિલાસ પેલેસમાં 170 રૂમ છે. આ 4 માળનો ઉંચો મહેલ વડોદરાના મહારાજા અને રાણી માટે બનાવવામાં આવ્યો હતો. સામાન્ય લોકો પણ આ ઘરમાં પ્રવેશ કરી શકે છે. આ માટે તમારે 150 રૂપિયાની ટિકિટ લેવી પડશે. જ્યારે, જો તમે મ્યુઝિયમની મુલાકાત લેવા માંગો છો, તો તમારે 60 રૂપિયાનો ખર્ચ કરવો પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news