ઝી બ્યુરો/વડોદરા: પીએમ મોદી ફરી એક એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે આ વખતે તેમનો પ્રવાસ વડોદરામાં નક્કી થયો છે. પીએમ મોદી પાવાગઢ મંદિરમાં ધ્વજારોહણ કરવાના છે. ત્યારે તેમના પ્રવાસનો કાર્યક્રમ ઘડાયો છે. પીએમ મોદી જ્યારે પાવાગઢ મંદિરમાં હશે ત્યારે બે દિવસ ભક્તો માટે દર્શન બંધ રહેશે. પ્રધાનમંત્રીના આગમને લઈ આ નિર્ણય લેવાયો છે. 16 જૂન બપોરે 3થી 18 જૂન બપોરે 3 વાગ્યા સુધી પાવાગઢ મંદિર બંધ રહેશે. પીએમ મોદીની સુરક્ષાને લઈને આ નિર્ણય લેવાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદી ગુરુવારે સાંજે અમદાવાદ આવશે અને તેઓ ગાંધીનગર સ્થિતિ રાજભવનમા રોકાણ કરશે. બીજા દિવસે સવારે તેઓ પાવાગઢ સ્થિત મહાકાળી માતાજીના મંદિરે દર્શન કરશે. બાદમા તેઓ પાવાગઢ નજીક વિરાસત ઉધાનની મુલાકાત લઈને વડોદરામા મહિલા સંમેલન સંબોધન કરશે.


મોટી દુર્ઘટના! સદનસીબે ભરૂચના નંદેલાવ બ્રિજ દૂર્ઘટનામાં લોકોને આબાદ બચાવ, અનેક વાહનો- કેબીન દબાયા


પીએમ મોદીનો વડોદરાનો કાર્યક્રમ
પીએમ મોદી આગામી 18 જૂને શુક્રવારે ગુજરાત આવશે ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ તેમના પ્રવાસની રૂપરેખા આપી દીધી છે. જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, 17-18 જૂને પીએમ મોદી પાવાગઢમાં મહાકાળી મંદિરમાં 9:15 કલાકે દર્શન કરશે. ત્યારબાદ પીએમ મોદી નજીકના વનની મુલાકાત પણ લેવાના છે. પછી વડોદરામાં બપોરે સાડા બાર વાગે ગુજરાત ગૌરવ અભિયાન હેઠળ વિશાળ જન મેદનીને સંબોધશે. આ સિવાય પીએમ મોદી અહીં અલગ અલગ લોકાર્પણ અને ખાતમુહૂત્ત પણ કરશે. પીએમ મોદી રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. 


પીએમ મોદી 18 જૂનના રોજ પાવાગઢમાં રૂપિયા 121 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા વિવિધ વિકાસકાર્યોનું નિરીક્ષણ તેમજ લોકાર્પણ કરશે. આ સિવાય પીએમ આવાસ યોજનાના મકાનનું લોકાર્પણ કરાવશે, જેમાં પીએમ મોદી પ્રધાનમંત્રી આવાસ યોજનાના 8907 આવાસ ગરીબોને આપશે. આ સિવાય સુપોષણ યોજના અને અન્ય કાર્યક્રમ પણ થવાના છે.


રાજકોટમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ઢોકળી, ગાંઠીયા અને ઘુંઘરા ખાઈને ગ્રાઉન્ડમાં ઉતરશે! આવતીકાલે ભારત-દ.આફ્રિકાની ટીમનું આગમન


નોંધનીય છે કે, પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢનું રાજ્ય સરકાર દ્વારા ભવ્ય રિનોવેશન કરવામાં આવ્યુ છે, જેમાં બે હજાર શ્રદ્ધાળુ ડુંગરના કોરિડોર પર એકસાથે ઉભા રહી દર્શન કરી શકે તેવી રીતે તૈયાર કરવામાં આવ્યુ છે. મહાકાળી મંદિરના ઘુમ્મટને સોનાના કળશથી મઢ્યા બાદ હવે મંદિરના ગર્ભગૃહને પણ સોનાથી મઢી દેવામાં આવ્યુ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube