મોટી દુર્ઘટના! સદનસીબે ભરૂચના નંદેલાવ બ્રિજ દૂર્ઘટનામાં લોકોને આબાદ બચાવ, અનેક વાહનો- કેબીન દબાયા
ભરૂચમાં નવર્નિમાણ તઈ રહેલા નંદેલાવ બ્રિજનો એક તરફનો ભાગ ધરાશાયી થયો છે. જોકે આ ઘટનામાં કોઈ મોટું નુકસાન થયું નથી, જોકે બ્રિજના કાટમાળ નીચે વાહન અને કેબિન દબાયા છે.
Trending Photos
ભરત ચુડાસમા/ભરૂચ: રાજ્યમાં નબળી ગુણવત્તાવાળી ચીજવસ્તુઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવતા પુલ તૂટી પડવાની અનેક ઘટનાઓ નોંધાઈ ચૂકી છે. ત્યારે ભરૂચના નંદેલાવ બ્રિજનો અમુક ભાગ ધરાશાયી થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. બ્રિજ ધરાશાયી થતાં તેના કાટમાળ નીચે અનેક વાહનો અને કેબિન દબાયા છે. જોકે, સદનસીબે બ્રિજ દૂર્ઘટનામાં નીચે બેસેલા લોકોનો આબાદ બચાવ થયો છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે ભરૂચમાં નવર્નિમાણ તઈ રહેલા નંદેલાવ બ્રિજનો એક તરફનો ભાગ ધરાશાયી થયો છે. જોકે આ ઘટનામાં કોઈ મોટું નુકસાન થયું નથી, જોકે બ્રિજના કાટમાળ નીચે વાહન અને કેબિન દબાયા છે. પરંતુ હા...બ્રિજ નીચે બેસી રહેલા લારી ચાલકોનો આબાદ બચાવ થયો છે.
ભરૂચમાં નંદેલાવ બ્રિજનો એક તરફનો ભાગ ધરાશાયી થતા લોકોમાં નાસભાગ #BREAKING #Gujarat #Bharuch pic.twitter.com/z2svldQ0MS
— Zee 24 Kalak (@Zee24Kalak) June 14, 2022
આ ઘટનાની જાણ થતાં જ SP ડો.લીના પાટીલે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. બ્રિજ પર દહેજ તરફનો ટ્રાફિક વન વે કરાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે