જ્યેન્દ્ર ભોઈ/ પંચમહાલ: કોરોના મહામારીને (Corona Pandemic) કારણે આગામી 10 જૂન સુધી પાવાગઢ મંદિર (Pavagadh Temple) બંધ રહેશે. પાવાગઢ મંદિર ટ્રસ્ટે (Pavagadh Temple Trust) મંદિર બંધ રાખવાની સમયમર્યાદામાં વધારો કર્યો છે. તેમજ પાવાગઢ અને ચાંપાનેર (Champaner) ખાતે આવેલા આરક્ષિત મોન્યુમેન્ટમાં (Monument) મુલાકાતીઓ માટે પ્રવેશ બંધની મુદતમાં પણ વધારો કરાયો છે. ત્યારે પાવાગઢ આવતા ભક્તોને મહાકાળી માતાજીના (Mahakali Mataji) પ્રત્યેક્ષ દર્શન માટે રાહ જોવી પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં હાલ કોરોના કહેર (Corona Pandemic) યથાવત છે. ત્યારે સરકાર દ્વારા કોરોનાને રોકવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેમાં કોરોના ગાઈડલાઈનનું કડક પાલન, રાત્રી કર્ફ્યૂ (Night Curfew), મિની લોકડાઉન (Mini Lockdown) અને માસ્ક ફરજિયાત વગેરે જેવા નિયમોની કડક અમલવારી કરાવવામાં આવી રહી છે. ત્યારે પાવાગઢ (Pavagadh Temple) જતા ભક્તો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 10 જૂન સુધી પાવાગઢ મંદિર બંધ (Pavagadh Temple Closed) રાખવાનો નિર્ણ લેવામાં આવ્યો છે. પાવાગઢ આવતા ભક્તોને મહાકાળી માતાજીના (Mahakali Mataji) પ્રત્યેક્ષ દર્શન માટે રાહ જોવી પડશે.


આ પણ વાંચો:- પ્રેક્ટિસ કરતા બોગસ તબીબની ધરપકડ, 1 વર્ષથી ધમધતું હતું દવાખાનું


પાવાગઢ મંદિર ટ્રસ્ટ (Pavagadh Temple Trust) દ્વારા મંદિર બંધ રાખવાની અવધીમાં વધારો કરાયો છે. આ અગાઉ 31 એપ્રિલ સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય કારાયો હતો. પરંતુ કોરોના મહામારીને (Corona Pandemic) લઇને પાવાગઢ અને ચાંપાનેર (Champaner) ખાતે આવેલા આરક્ષિત મોન્યુમેન્ટમાં (Monument) મુલાકાતીઓ માટે પ્રવેશ બંધની મુદતમાં વધારો કરાયો છે. ભારતીય પુરાતત્વ વિભાગે (Archaeological Survey of India) કોરોના મહામારીને લઇને આ નિર્ણય કર્યો છે. પુરાતત્વ વિભાગ દ્વારા આગામી 15 જૂન એટલે કે 16 દિવસ સુધી પ્રવેશ બંધ કરાયો છે.


આ પણ વાંચો:- લ્યો બોલો!!! ધોરણ 10ની માર્કશીટ વિના જ ધોરણ 11માં પ્રવેશની શરૂઆત, તંત્રએ નોટીસ પાઠવી માન્યો સંતોષ


વર્લ્ડ હેરિટેજમાં સ્થાન ધરાવતાં પાવાગઢના ચાંપાનેર ખાતે આવેલા 114 મોન્યુમેન્ટમાંથી 39 મોન્યુમેન્ટને પુરાતત્વ વિભાગ દ્વારા આરક્ષિત કરાયા હતા. ત્યારે આ સ્મારકોને નિહાળવા માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવતા હોય છે. જો કે, કોરોના મહામારીને કારણે લોકોમાં સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે પાવાગઢ તેમજ ચાંપાનેર ખાતે મુલાકાતીઓના પ્રવેશ બંધની સમયમાર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube