PDPU Convocation 2020: 21મી સદીમાં દુનિયાની આશાઓ અને અપેક્ષાઓ ભારત પાસેથી છેઃ પીએમ મોદી
દીક્ષાંત સમારોહ દરમિયાન પ્રધાનમંત્રીએ વિશ્વવિદ્યાલયમાં `મોનોક્રિસ્ટલાઇન સોલર ફોટો વોલ્ટાઇફ પેનલ` અને `સેન્ટર ઓફ એક્સીલેન્સ ઓન વોટર ટેક્નોલોજી`ના 45 મેગાવોટ ઉત્પાદન યંત્રની આધારશિલા રાખી હતી.
ગાંધીનગરઃ PDPU Eighth Convocation 2020: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી (PDPU), ગાંધીનગરના આઠમાં દીક્ષાંત સમારોહમાં સામેલ થયા હતા. પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ સમારોહમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ વર્ચ્યુઅલ રૂપથી પંડિત દીનદયાલ પેટ્રોલિયમ વિશ્વ વિદ્યાલયમાં મોનોક્રિસ્ટલાઇન સોલર ફોટો વોલ્ટાઇક પેનલના 45 મેગાવોટ ઉત્પાદનના યંત્રની આધારશીલા રાખી હતી. આ દરમિયાન પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને સંબોધિત કરતા કહ્યુ, આજે, આજે તમે એવા સમયમાં ઉદ્યોગમાં પ્રવેશ કરી રહ્યા છો, જ્યારે મહામારીને કારણે દુનિયાના ઉર્જા ક્ષેત્રમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે. આ સમય ઉદ્યમિતા અને રોજગારના વિકાસના ઘણા અવસર છે.
મહત્વનું છે કે પ્રધાનમંત્રીએ ગઈકાલે ટ્વીટ કરી જાણકારી આપી હતી. પ્રધાનમંત્રીએ ટ્વીટમાં લખ્યુ કે, 21 નવેમ્બરે સવારે 11 કલાકે, હું પીડીપીયૂ, ગાંધીનગર દીક્ષાંત સમારોહને સંબોધિત કરીશ. પ્રધાનમંત્રીએ આજે વર્ચ્યુઅલ રૂપથી પીડીપીયૂમાં સંશોધન, નવીનતા અને શિક્ષણને પ્તોત્સાહન આપતા વિવિધ કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યુ હતુ.
કરફ્યૂમાં વાહન ન મળતા હાથમાં બેગો ઉઠાવી ચાલતા નીકળ્યા મુસાફરો, રીક્ષાચાલકોએ ત્રણ ગણું ભાડું માંગ્યું
પીએમે આગળ કહ્યુ કે, આજે દેશ પોતાના કાર્બન ફૂટપ્રિન્ટને 30-35% સુધી ઓછા કરવાના લક્ષ્યને લઈને આગળ વધી રહ્યું છે. પ્રયાસ છે કે આ દાયકામાં પોતાની ઉર્જા જરૂરીયાતોમાં નેચરલ ગેસની ભાગીદારી આપણે 4 ટકા સુધી વધારીએ.
પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને કહ્યુ કે, એક એવા સમયમાં ગ્રેજ્યુએટ થવું જ્યારે દુનિયા આટલા મોટા સંકરનો સામનો કરી રહી છે, આ કોઈ સરળ વાત નથી. પરંતુ તમારી ક્ષમતાઓ આ પડકારથી વધુ છે. સમસ્યાઓ શું છે, તેનાથી વધુ મહત્વપૂર્ણ છે કે તમારો ઉદ્દેશ્ય શું છે, તમારી પ્રાથમિકતા શું છે અને તમારો પ્લાન શું છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube